ખબર મનોરંજન

KK ના મૃત્યુ સમયે તેમના ફેફસા અને લિવરની હાલત….ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો

કેકે તરીકે જાણીતા પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથનો અંતિમ પોસ્ટમોર્ટમ અને રાસાયણિક વિશ્લેષણ રિપોર્ટ શનિવારે કોલકાતા પોલીસને સોંપવામાં આવ્યો હતો. બંનેમાં સિગરના મોતનું કારણ ‘માયોકાર્ડિયલ ઇંફાક્રશન’નો હવાલો આપવામાં આવ્યો છે. અંતિમ પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ અનુસાર, કોલેસ્ટ્રોલના સંચયથી ઇન્ટ્રામસ્ક્યુલર ધમની નોંધપાત્ર રીતે સાંકડી થઈ ગઈ, જેનાથી હૃદય દ્વારા લોહીના પમ્પિંગને અસર થઈ હતી.

કોરોનરી ધમનીમાં પણ બ્લોકેજ હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કોલકાતા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓએ અકુદરતી મૃત્યુના સંબંધમાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું પ્રારંભિક અને અંતિમ પોસ્ટમોર્ટમ રીપોર્ટ સાથે સાથે રાસાયણિક વિશ્લેષણ રીપોર્ટ બાદ હવે અપ્રાકૃતિક મોતના સિદ્ધાંતથી ઇનકાર ન કરી શકાય.”

મંગળવારના રોજ સાંજે દક્ષિણ કોલકાતામાં નઝરુલ મંચ ખાતે છેલ્લા શોમાં કેકેએ ઘણી વખત અસ્વસ્થતાની ફરિયાદ કરી અને આરામ કરવા માટે શૌચાલયની પાછળના સ્ટેજ પર પણ ગયા. ડોકટરોને લાગ્યું કે તે આવી રહેલા ખતરાના સંકેતો હતો, જેને કેકેએ અવગણ્યા. એવા અહેવાલો પણ છે કે ઓડિટોરિયમમાં ઘણી ભીડ એકઠી થઈ ગઈ હતી.ઓડિટોરિયમ બેઠક ક્ષમતા કરતાં લગભગ બમણું ભરાઈ ગયું હોવાથી એર કંડિશનિંગ મશીનોએ તેમની મોટાભાગની ઠંડકની અસર ગુમાવી દીધી, પરિણામે ગૂંગળામણ થઈ ગઇ હતી.

કાર્યક્રમ વખતે કેકે સ્પોટલાઇટ બંધ કરવાનો આગ્રહ કરી રહ્યા હતા અને પરસેવો લૂછવા માટે ટુવાલનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. કેકેનું દુનિયામાંથી જવું એ સમગ્ર દેશ માટે મોટો આંચકો છે. કેકેના નિધન બાદ 2 જૂને અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણી હસ્તીઓ કેકેને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી અને લાખો ચાહકો એકઠા થયા હતા.