કેકેની મોતને લઇને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો- કાશ આ કર્યું હોત તો KK આજે જીવિત હોત….

પ્રખ્યાત સિંગર કેકેના નિધનને લઈને મોટી માહિતી સામે આવી છે. કેકેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તેને સમયસર જરૂરી સારવાર મળી હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સિંગરને CPR આપવામાં આવતુ તો તેમનો જીવ બચાવી શકાયો હોત. તે હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જણાવી દઇએ કે કેકેના હોઠ અને કપાળ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જે બાદ અનેક અટકળો શરૂ થઈ હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સ્પષ્ટ થયું છે.

આ પછી આવી તમામ થિયરીઓ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. પરંતુ ડૉક્ટરોએ જણાવ્યું છે કે લાખો લોકોના પ્રિય કેકેને સમયસર CPR મળવાથી બચાવી શકાયા હોત. કેકે તેના બે લાઇવ કોન્સર્ટ માટે કોલકાતા, પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જે કોલેજમાં બીજો કોન્સર્ટ યોજાયો હતો ત્યાં ક્ષમતા કરતાં ઓડિટોરિયમમાં વધારે પબ્લિક પહોંચી હતી, જેના કારણે ભારે ગરમી હતી. કેકે ઘણી વખત પોતાનો પરસેવો લૂછતો પણ જોવા મળ્યા હતા, તેની સાથે તે એસી ન ચાલવાની પણ ફરિયાદ હતી. આ કોન્સર્ટ પછી તેમની તબિયત બગડવા લાગી.

તે અચાનક હોટલમાં બેભાન થઈને પડી ગયો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ કેકેને મૃત જાહેર કર્યા. કેકેના મૃત્યુ બાદ સમગ્ર સંગીત જગત નિરાશામાં ગરકાવ થઈ ગયું હતું. તેમના પ્રિયજનો અને ચાહકો માની શકતા નથી કે કેકે હવે આ દુનિયામાં નથી. એવું જાણવા મળ્યું છે કે તેમણે મલ્ટિપલ હાર્ટ બ્લોકેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. શો દરમિયાન તે ઘણા સમયથી અસ્વસ્થતા અને ગરમી અનુભવી રહ્યા હતા. હોટલ પહોંચ્યા બાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. સિંગર કેકેના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમને લાંબા સમયથી હૃદય સંબંધિત બિમારી હતી.

તેમનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરને શંકા છે કે કેકેને મોટા પાયે કાર્ડિયાક અરેસ્ટ થયું હતું. નામ ન આપવાની શરતે ડોક્ટરે જણાવ્યું કે કેકેને ઘણા સમયથી હાર્ટની તકલીફ હતી, જેની કાળજી લેવામાં આવી ન હતી.ડૉક્ટરે પીટીઆઈને જણાવ્યું કે, તેમની ડાબી મુખ્ય કોરોનરી ધમનીમાં બ્લોકેજ છે. અન્ય ધમનીઓ અને પેટા ધમનીઓમાં બ્લોકેજ હતા. શો દરમિયાન અતિશય ઉત્તેજનાથી લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો, જેના કારણે તેને કાર્ડિયાક અરેસ્ટ થયો અને તેણે જીવ ગુમાવ્યો.

કેકેને ડાબી મુખ્ય કોરોનરી ધમનીમાં 80 ટકા બ્લોકેજ અને ઘણી ધમનીઓમાં બહુવિધ બ્લોકેજ હતા. કોઈ બ્લોકેજ 100 ટકા ન હતો.ડૉક્ટરે કહ્યું કે, મંગળવારે પરફોર્મન્સ દરમિયાન કેકે દોડી રહ્યો હતો અને ઉત્સાહમાં હતો. જેના કારણે લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો. આ કારણે તે બેહોશ થઈ ગયો અને તેને કાર્ડિયાક અરેસ્ટ થયો. જો તેને સમયસર CPR આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચી શક્યો હોત.ડોક્ટરે એ પણ જણાવ્યું કે કેકે છેલ્લા કેટલાક સમયથી એન્ટાસિડ પર હતા. દર્દની ફરિયાદને કારણે તેમણે એન્ટાસિડ લેવાનું શરૂ કર્યું હશે. તેમણે વિચાર્યું હશે કે તેને પાચન સંબંધી સમસ્યાઓ છે, પરંતુ વાસ્તવમાં તેમને હાર્ટ બ્લોકેજ હતુ.

Shah Jina