કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે કેકેના રીપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, સિંગરના હ્રદયની ચારે બાજુ…

કેકેનો ઓટોપ્સી રિપોર્ટમાં થયો મોટો ખુલાસો: સિંગરના હૃદયની ચારેબાજુ ….શરીરમાંથી 10 અલગ અલગ જાતની દવા- જાણો વિગત

સિંગર કેકેની મોતે બધાને હચમચાવી દીધા છે અને તેઓના ગયા બાદ પાછળ ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે. પહેલા તેમના મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું હતું. જે બાદ માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યા બાદ પોલીસે અસામાન્ય મોતનો કેસ નોંધ્યો હતો. આ પછી તેઓ જ્યાં કોન્સર્ટ કરી રહ્યા હતા ત્યાંના મેનેજર પર અવ્યવસ્થાના આક્ષેપો પણ લાગ્યા હતા. આ દરમિયાન ડોકટરોએ જણાવ્યું કે કેકેને હાર્ટ બ્લોકેજની સમસ્યા હતી. જો સમયસર તેને CPR આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચી શક્યો હોત. હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

કેકેના પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટ હિસ્ટોપેથોલોજિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે તેમના હૃદયની ચારે બાજુ એક ફેટી લેયર (ચરબીનું સ્તર) જામી ગયું હતું. આ સ્તર સફેદ પડી ગયું હતું. આટલું જ નહીં હૃદયનો વાલ્વ પણ પૂરી રીતે સ્ટિફ (અક્કડ) થઈ ગયો હતો. પોલિસે કહ્યુ કે, હિસ્ટોપેથોલોજી ટિશ્યુઝ વિશે એક સ્ટડી છે જે બ્લોકેજ રિવીલ કરી શકે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ‘ડોક્ટરોએ કહ્યું કે દિલમાં સ્ટિફનેસ એટલે કે કઠોરતા સમય સાથે ડેવલપ થાય છે. આ માટે પોસ્ટમોર્ટમ અને વિસેરા રીપોર્ટને હિસ્ટોપેથોલોજીકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે, જે બ્લોકેજને રિવીલ કરી શકે છે.

પોલીસે જણાવ્યું હતું કે, ગેસ્ટ્રિક અને લિવરથી ડીલ કરવાવાળી 10 અલગ અલગ દવાઓ અને વિટામીન સી કેકેની બોડીમાં મલ્ટીપલ એંટાસિડ અને સિરપ સાથે મેળવવામાં આવ્યા, જે એસિડિટી, પેટમાં જલન અને ગેસમાં તરત રાહત આપે છે. તેમના શરીરમાં જે દવાઓ મળી તેમાં કેટલીક આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ પણ સામેલ હતી. એ પણ ખબર પડી છે કે કેકે સતત એંટાસિડ ગોળીઓનો ઉપયોગ કરતા હતા. 31મેના રોજ સવારે તેમણે મેનેજરને કહ્યુ હતુ કે, એનર્જી લો લાગી રહી છે.કેકેના ચહેરા તથા માથા પરથી ઇજાના નિશાન એટલે મળી આવ્યા હતા કારણ કે તેમણે હોટલના રૂમમાં સોફા પર બેસવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પડી ગયા હતા અને તેમને વાગ્યુ હતુ.

તે રાત્રે મોતના કેટલાક કલાક પહેલા તેમણે તેમની પત્નીને કહ્યુ હતુ કે તેમના ખભા અને હાથમાં દર્દ થઇ રહ્યુ છે.આ દરમિયાન ગુરુવારે ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કોલકાતા સ્થિત બ્લેકઆઈડ ઈવેન્ટ હાઉસના સેલિબ્રિટી મેનેજરની પૂછપરછ કરી, જેમણે કેકે સાથે તે ઈવેન્ટ માટે વાત કરી હતી. આ વ્યક્તિ કેકેની સાથે હતો અને જ્યારે તેને નઝરૂલ મંચના સ્થળેથી હોટેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેનો મેનેજર હિતેશ ભટ્ટ પણ કારમાં હતો. પોલીસે કારના ડ્રાઈવરની પણ પૂછપરછ કરી છે, જેનું નામ ઈતાવરી યાદવ છે. તેણે કહ્યું કે હોટેલમાં પાછા ગયા પછી કેકે બેચેની અનુભવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સિંગર કેકે બે દિવસ માટે કોલકાતામાં પરફોર્મ કરવા ગયા હતા. બીજા કોન્સર્ટમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેને પહેલા હોટેલ અને પછી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. કોલકાતામાં બંદૂકની સલામી આપ્યા પછી, તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો, જ્યાં ગઈકાલે એટલે કે 2 જૂને તેમને અંતિમ વિદાય આપવામાં આવી.

Shah Jina