બોલિવુડના મશહૂર સિંગર કેકેના નિધન બાદ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાયેલો છે. કેકેનું આવી રીતે અચાનક દુનિયામાંથી જવું એ સેલેબ્સ સાથે સાથે ચાહકો માટે પણ ઝાટકો છે. કોલકાતામાં પોતાના લાઇવ કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને તેઓ બાદમાં પડી ગયા હતા. જે બાદ તેમને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નથ બોલિવુડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ હતા. તેમણે પોતાના કરિયરમાં ઘણા ગીતો ગાયા અને શોહરત કમાઇ.
પરંતુ પર્સનલ લાઇફને તેમણે મીડિયાની નજરથી દૂર રાખી. ઘણા ઓછા લોકો જાણે છે કે કેકેએ પોતાના બાળપણના પ્રેમ સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું નામ જ્યોતિ છે. બંનેને બે બાળકો જેમાં એક દીકરો અને એક દીકરી છે. કેકેએ કપિલ શર્મા શોમાં જણાવ્યુ હતુ કે, જ્યોતિ સાથે તેમની પહેલી મુલાકાત 6ઠ્ઠા ધોરણમાં થઇ હતી. ત્યારથી તેઓ સાથે હતા. તે વન વુમેન મેન પણ હતા. તેમણે જણાવ્યુ હતુ કે તેમને એક જ છોકરીને તેમના જીવનમાં ડેટ કરી અને તે તેમની પત્ની જ્યોતિ હતી. તેઓ શર્મીલા હતા અને તેઓ સારી રીતે ડેટ પણ કરી શક્યા ન હતા.
ક્યારેક કયારેક તો તેમના બાળકો તેમને આ વાત પર છેડતા હતા.કેકે અને જ્યોતિ બાળપણથી સાથે હતા. બંનેએ 1991માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલા કેકેને પોતાના માટે નોકરી શોધવી પડી હતી. તે સમયે કંઇ ના મળવા પર કેકેએ સેલ્સમેનની નોકરી પકડી હતી. જે બાદ તેમના લગ્ન થયા હતા. પરંતુ 6 મહિનામાં તેઓ નોકરીથી પરેશાન થઇ ગયા હતા. પત્ની અને પિતાના સપોર્ટને કારણે તેમણે નોકરી છોડી અને તે રસ્તા પર ચાલ્યા તેના પર તેમના ચાલવાનું લખ્યુ હતુ અને તે રસ્તો હતો મ્યુઝિકનો.
આ પછી કેકેએ પોતાના માટે એક કીબોર્ડ ખરીદ્યું અને મિત્રો શિબાની કશ્યપ અને સાયબલ બાસુ સાથે જિંગલ્સ બનાવવાનું શરૂ કર્યું. ત્રણેય મળીને આ કામમાંથી પૈસા પણ કમાતા હતા, પણ કેકે તેનાથી ખાસ ખુશ ન હતા. તેમના જીવનમાં જે વસ્તુનો અભાવ હતો તે દિલ્હીમાં નહોતુ. એટલા માટે તે મુંબઈ આવ્યા અને મુંબઈમાં આવીને તેમણે સંગીતમાં પોતાનો હાથ અજમાવ્યો અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગયું.
1991 :: Singer KK Getting Married#RIP #Omshanti pic.twitter.com/2zunNuRi65
— indianhistorypics (@IndiaHistorypic) May 31, 2022
કેકેનો પહેલો આલ્બમ ‘પલ’ 1999માં બહાર આવ્યો હતો. બે દાયકા પછી પણ તે ગીત સંગીત પ્રેમીઓમાં સર્વકાલીન પ્રિય છે. આ પછી તેણે પાછું વળીને જોયું નથી અને ઘણી ફિલ્મો માટે ગીતો ગાયા પછી તરત જ ચાર્ટબસ્ટિંગ નંબરો આપ્યા હતા. કેકેને ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ગીત ‘તડપ તડપ’થી બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો હતો. આ ગીત પછી તેની ગણતરી મોટા ગાયકોમાં થવા લાગી. કેકેએ હિન્દીમાં 200થી વધુ ગીતો ગાયા છે.