ફિલ્મી દુનિયા

ફેમસ સિંગર કનિકાની બહેનનું નિધન, પરિવાર પર તૂટ્યો દુઃખોનો પહાડ- આ રીતે વ્યક્ત કર્યું દુઃખ

બેબી ડોલ ગીત ગાઈને બોલીવૂડમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવનાર સિંગર કનિકા કપૂરની બહેન એનબેલનું નિધન થઇ ગયું છે. પોતાની બહેનને ગુમાવ્યા બાદ પોતાનું દુઃખ વ્યક્ત કરતા સિંગર કનિકા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી છે અને એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

Image Source

આ પોસ્ટ બાદ યુઝર્સ કોમેન્ટ કરીને કાનિકાની બહેનને શ્રદ્ધાંજલિ પણ આપી રહયા છે. કાનિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બહેન સાથેના ફોટોઝ અને વિડિયોઝ શેર કરતા લખ્યું – ‘મારી બહેન એનબેલનું નિધન થઇ ગયું. ભગવાન એના આત્માને શાંતિ આપે. હું પોતાનું દુઃખ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. આ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ છે. તારી સાથે વિતાવેલી બધી જ ક્ષણોને હંમેશા યાદ રાખીશ. ખૂબ વ્હાલ.’

શેર કરેલી આ તસ્વીરોમાં કનિકા પોતાની બહેન સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. અને આ તસ્વીરોમાં બંને વચ્ચેનું બોન્ડિંગ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

Cooking classes with my close friend @jigarsaraiya 🤩#london #CookingMusic 😁

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on

જણાવી દઈએ કે કાનિકાની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ અને તેમના ચાહકો અને મિત્રો સતત કોમેન્ટ કરીને તેમનું દુઃખ વહેંચવાની કોશિશ કરી રહયા છે. જયારે ચાહકો પણ કૉમેન્ટ્સ કરીને તેમની બહેનને શ્રદ્ધાંજલિ આપી રહયા છે.

 

View this post on Instagram

 

💛💙💚🧡❤️💛💙💚🧡❤️💛💙💚🧡❤️💙 @manisharorafashion 🧡💚❤️

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on

કનિકા કપૂર મૂળે લખનૌની રહેવાસી છે અને તે ૧૯૯૭માં બિઝનેસમેન રાજ ચંદ્રોક સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઇ ગઈ હતી. જ્યા તેને ત્રણ બાળકોને જન્મ પણ આપ્યો. પરંતુ કેટલાક સમય પછી તે પતિથી અલગ થઇ ગઈ અને મુંબઈ પરત આવી ગઈ. આ પછી તેને પોતાની કારકિર્દી બનાવવા પર ધ્યાન આપ્યું.

 

View this post on Instagram

 

Stunning jewels by dearest friend @farahkhanali 🧡🧡

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks