રોડ અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થયો આ ફેમસ પંજાબી સિંગર, પોસ્ટ શેર કરી કહ્યુ- દુઆઓ મેં યાદ રખના…

આજે આંખોએ દેખી મોત…એક્સીડન્ટ બાદ સિંગર જાનીની પહેલી પોસ્ટ, બોલ્યો- મોત અને રબ બંને એકસાથે દેખાયા

પંજાબી ગીતકાર, સંગીતકાર અને અભિનેતા જાની જોહાન હાલમાં જ રોડ અકસ્માતનો શિકાર થયો હતો. આ દરમિયાન તેની સાથે બે લોકો પણ હતા. જાની મંગળવારે સાંજે મોહાલી સેક્ટર 88 નજીક ટ્રાફિક લાઇટમાં એસયુવીમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેના અને તેના બે સાથી એમ ત્રણેય ઘાયલ થયા હતા. બંને વાહનો પલટ્યા પહેલા બે લોકો પડી ગયા હતા અને પછી તમામ ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે કારનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. ત્યાં હવે જાનીએ તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા તેણે લખ્યું- ‘આજે આંખોએ મોત જોઇ તો બાબા નાનકને જોયા, મોત અને રબ બંને એકસાથે દેખાયા… હું અને મારા મિત્રો ઠીક છીએ… નાની-મોટી ઈજાઓ થઈ છે… દુઆઓ મેં યાદ રખના… સિંગરની આ પોસ્ટ બાદ લોકો સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. પંજાબી ગાયક જાની જોહાનને અકસ્માતમાં તેની ગરદન અને પીઠ પર ઈજાઓ થઈ હતી, જોકે કારમાં સવાર ત્રણેય લોકો ખતરાથી બહાર છે. સોહાના પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માત વિશે વાત કરીએ તો, આ અકસ્માત સેક્ટર-88 પૂર્વ પ્રીમિયમ તરફથી આવતા રોડ પર સ્થિત ટ્રાફિક લાઇટ પાસે થયો હતો.

સોહાના એસએચઓ ગુરજીત સિંહે જણાવ્યું હતું કે પોલીસ પહોંચે તે પહેલા અકસ્માતનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બધું કેવી રીતે બન્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.મળતી માહિતી મુજબ, જાની અને તેના મિત્રો મોહાલીના સેક્ટર 88માં ફોર્ચ્યુનરથી જઈ રહ્યા હતા. તેમની પાછળથી એક કાર આવી રહી હતી, જેણે તેમને ટક્કર મારી હતી. આ પછી જાનીની કાર બેકાબૂ થઈને પલટી ગઈ હતી. અકસ્માત સમયે જાની તેના મિત્ર સાથે પાછળની સીટ પર બેઠો હતો જ્યારે ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by JAANI (@jaani777)

અકસ્માતમાં તેને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી, આવી સ્થિતિમાં સિંગરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જાનીને ગરદન અને પીઠ પર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે, પરંતુ તેની હાલત બહુ ગંભીર નથી. તેની સાથે રહેલા અન્ય બે લોકોને પણ ઈજા થઈ હતી. બીજી તરફ પાછળની કારનો ચાલક સંપૂર્ણપણે સુરક્ષિત હતો. અકસ્માત સમયે કારની સ્પીડ ઘણી વધારે હતી. જેના કારણે તે પલટી ગઇ હતી. રાહતની વાત એ છે કે કારની એરબેગ સમયસર ખુલી ગઈ હતી, જેના કારણે ત્રણેયને વધારે ઈજા થઈ નહોતી. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જાની જાણીતું નામ છે. જાનીએ નાહ, કયા બાત હે, પછતાઓગે, ફિલહાલ, તિતલિયા, બારિશ કી જાયે અને ફિલહાલ 2 મોહબ્બત જેવા ગીતો લખ્યા છે.

Shah Jina