લોકગાયક ગીતા રબારીએ કિશન ભરવાડ હત્યા કેસ બાબતે શું શું કહ્યું? જુઓ વીડિયો

માલધારી સમાજના કિશન ભરવાડ હત્યા કેસમાં સમાજથી હિન્દુ સંગઠ, નેતાઓથી લઈને ડાયરાના કલાકારો સુધી પરિવારને ઝડપી ન્યાય મળે એ માટે માંગ કરી રહ્યા છે. હવે આ આખી ઘટનામાં કચ્છની જાણીતી કોયલ અને રબારી સમાજનો લોકપ્રિય ચહેરો ગીતાબેન રબારીએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. ધંધુકા ખાતે જે ઘટના બની તે ખૂબ જ દુ:ખદ ગણાવતા કહ્યું છે કે કાવતરામાં સંડોવાયેલા બધા જ વ્યક્તિઓને કડકમાં કડક સજા કરવામાં આવે.

હું મારા ધર્મ સાથે જોડાયેલી છું, હંમેશા મારા ધર્મ માટે ઉભી રહીશ. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી દાખલારૂપ સજા કરવા સરકારને વિનંતી કરી છે. 25 જાન્યુઆરીના રોજ અમદાવાદ પાસે આવેલા ધંધુકામાં માલધારી યુવક કિશન ભરવાડની  હત્યાનો મામલો આખા દેશમાં ગુંજી રહ્યો છે. કિશનને ન્યાય મળે તે માટે થઈને લોકો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે.

આ શ્રેણીમાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ કિશનને ન્યાય મળે તે માટે પોસ્ટ કરી હતી, ત્યારે હવે ગુજરાતી લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ આગળ આવ્યા છે અને લોકોને અપીલ કરી છે. રાજભા ગઢવીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં એક વીડિયો પોસ્ટ કરીને લોકોને ખાસ અપીલ કરી છે. રાજભાએ કિશન ભરવાડની હત્યા ઉપર દુઃખ પણ વ્યક્ત કર્યું અને જણાવ્યું છે કે “ભારતની અખંડતા તોડવા માટેના ઘણીવાર પ્રયાસો કરવામાં આવ્યા છે તે છતાં પણ બધા નિષ્ફળ રહ્યા છે.”

જય હિન્દ, જય ગુજરાત હું Geeta Ben Rabari.જણાવું છું કે તાજેતરમાં ધંધુકામાં બનેલી ફાયરિંગ ની ઘટનાનો સમગ્ર દેશમાં પડઘો પડયો છે ત્યારે હું હિન્દૂ તરીકે આવી ઘટનાઓ, આવા તત્વોને વખોડી કાઢું છું હું સદાય સનાતન ધર્મની પડખે છું, અને હમેશા રહીશ. જય ઠાકર.

રાજભા ગઢવીએ ગુજરાત પોલીસ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માણ્યો હતો કે તેમને ગણતરીના સમયમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી. રાજભાએ આગળ જણાવ્યું કે અશાંતિ રૂપી બૉમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા છે,  પરંતુ પોલીસ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યા છે.

રાજભાએ આગળ એમ પણ જણાવ્યું કે હવે આપણે બધાએ એક થવું પડશે, અને આપણા નામમાં પણ ભારતીય લખવું પડશે. આ ઉપરાંત તેમને અન્ય સમાજના આગેવાનોને પણ આગળ આવવું જણાવ્યું હતું અને તેમના સમાજની અંદર જે લોકો અશાંતિ ફેલાવી રહ્યા છે તેમને રોકવા માટે પણ રાજભાએ અપીલ કરી હતી.

કિશન ભરવાડ હત્યા કેસમાં રોજ ગુજરાત ATS હત્યામાં સંડોવાયેલા આરોપીઓને પકડી રહી છે. ત્યારે હત્યામાં સંડોવાયેલા વધું એક આરોપીને રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી રમીઝ સેતા હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિએ આ જ કેસમાં ઝડપાયેલ આરોપી અજીમ સમાને હથિયાર સપ્લાય કર્યા હતા. આરોપી જંગલેશ્વરનો રહેવાસી છે અને એસઓજીની ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

ભાવનગરના ઢસાથી આરોપીને પકડીને એટીએસની ટીમને સોંપી દેવામાં આવ્યો છે. જેની સામે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કિશન ભરવાડ હત્યાકાંડની અંદર પોલીસ અને ATSની તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ મામલામાં તપાસ કરી રહેલી ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ અમદાવાદ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. જ્યાં મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક ઉપરાંત એરગન મળી આવ્યા હતા. જમાલપુરની મસ્જિદમાં કિશન ભરવાડની હત્યાનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તપાસ ટીમે રિયાઝ હોટલ પાસે આવેલા મૌલાનાના ઘરની પણ તપાસ કરી હતી. જ્યાંથી મૌલાના ઐયુબે લખેલું પુસ્તક પણ કબ્જે કર્યું હતું. આ ઉપરાંત ફાયરિંગની પ્રેક્ટિસ માટે લાવેલી એરગન પણ કબ્જે કરી હતી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલાનાને સાથે રાખી મસ્જિદ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે આ મામલામાં એક નવી હકીકત પણ હવે સામે આવી છે. મીડિયા રીપોર્ટ અનુસાર વર્ષ 2002માં મૌલાના ઐયુબ ઉપર ગાંધીનગરમાં હુમલો થયો હતો જેના બાદ મૌલાનાએ તેણીઓ બદલો લેવા માટે આમ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૌલાના ઐયુબે જે પુસ્તક લખ્યું છે તેનું નામ “જઝબાતે શહાદત” છે.

ત્યારે હવે આ પુસ્તક પણ શંકાના ઘેરામાં આવી ગયું છે. હવે ગુજરાત એટીએસની ટીમ આ પુસ્તકને લઈને પણ તપાસમાં લાગી ગઈ છે અને આ પુસ્તકમાં શું લખ્યું છે ? આ ઉપુસ્તકમાં કોઈ વિવાદિત લખાણ છે કે નહીં ? તે અંગેની પણ તપાસ કરશે. કિશન હત્યાકાંડમાં અત્યાર સુધી દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહીત 6 આરોપીઓને ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

તો કિશન ભરવાડની હત્યાના મામલે ગીતાબેન રબારીએ વીડિયો શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે કાવતરામાં સંડોવાયેલા તમામ લોકોને કડક સજા કરવામાં આવે. તેમને એમ પણ કહ્યું કે હું મારા ધર્મ સાથે જોડાયેલી છું અને હંમેશા મારા ધર્મ માટે ઉભી રહીશ. ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ના બને તે માટે સરકારે આરોપીઓને દાખલા રૂપ સજા થવી જોઈએ તેવી માંગ કરવી જોઈએ.

 

આ મામલામાં હાલ સામે આવ્યું છે કે મૌલાના ઐયુબ જે તહેરિક-એ-ઈસ્લામ સંસ્થા ચલાવે છે તેમાં ભરતી કરાયેલા યુવાનોનો જેહાદી પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો. તહેરિક ફરોઘ-એ-ઈસ્લામ  સંસ્થામાં યુવાનોને ભરતી કરવામાં આવતા હતા અને તેના માટે 365 રૂપિયા આપી અને ભરતી કરવામાં આવતા હતા. શંકાસ્પદ સાહિત્ય પોલીસને મળી આવતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે.

YC