શ્રાવણમાં જેના મુખ ઉપર એક જ ગીત સંભળાઈ રહ્યું છે એવા “હર હર શંભુ” ગાનારી ગાયિકાનું છલકાયું દર્દ, પતિએ છૂટાછેડા વગર જ કરી લીધા બીજા લગ્ન અને…

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે અને શિવભક્ત પણ શિવજીની પૂજા અર્ચના કરવામાં લાગી ગયા છે. સાથે જ સોશિયલ મીડિયામાં પોતાના સ્ટેટ્સમાં શિવજીની તસવીરો સાથે સાથે ગીત પણ મુકતા હોય છે. ત્યારે હાલમાં લોકોને એક ગીત ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીતના શબ્દો છે “હર હર શંભુ..” આ ગીતને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી સિંગર ફરમાની નાઝે ગાયુ છે.

ગીત વાયરલ થયા બાદ મૌલવીઓ અને ધાર્મિક કટ્ટરપંથીઓ ફરમાનીથી નારાજ છે. દેવબંદના ઉલેમાઓએ કહ્યું છે કે ફરમાનીના આ શિવ ભજન શરિયતની વિરુદ્ધ છે. હવે ફરમાનીએ આ મૌલાનાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ફરમાની નાઝે ઇન્ડિયન આઇડલ અધવચ્ચે જ છોડી દીધું હતું. તેનું કારણ તેમના પુત્રનું ઓપરેશન હતું.

મુઝફ્ફરનગરની રહેવાસી ફરમાની નાઝના લગ્ન વર્ષ 2017માં મેરઠના નાના ગામ હસનપુરમાં થયા હતા. થોડા સમય પછી તે પુત્રની માતા બની. ફરમાનીના પુત્રના ગળામાં જન્મથી જ કાણું હતું. જેના કારણે તે બોલી શકતો ન હતો. પુત્રની આ સ્થિતિને કારણે તેના સાસરિયાઓએ અપનાવવાની ના પાડી દીધી હતી. તેના સાસરિયાઓએ નકારી કાઢ્યા બાદ તે તેના પિયરમાં  પરત ફરી હતી. ફરમાનીનો અવાજ સારો હતો, તેણે ગામમાં ગાવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ ફરમાનીનો વીડિયો બનાવીને યુટ્યુબ પર મૂક્યો અને તે વાયરલ થયો.

ફરમાની નાઝનો વીડિયો વાયરલ થયા બાદ તે ઈન્ડિયન આઈડલમાં સિલેક્ટ થઈ ગઈ હતી. ફરમાનની ઈન્ડિયન આઈડલની સફર ચાલી રહી હતી, પરંતુ વચ્ચે-વચ્ચે ડોક્ટરે કહ્યું કે તેના પુત્રનું ઓપરેશન કરવાનું છે. જેના કારણે તેણે રિયાલિટી શો અધવચ્ચે છોડીને મુઝફ્ફરનગર પરત જવું પડ્યું હતું. આ ઓપરેશન સફળ રહ્યું અને દીકરો સ્વસ્થ થઈ ગયો. આ પછી, ફરમાની તેના ગીતોના વીડિયો યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. ફરમાનીએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પતિએ તેને છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કર્યા છે.

ફરમાનીને જારી કરાયેલા ફતવામાં મૌલવીઓએ કહ્યું છે કે તેઓ પોતાના પાપ માટે પસ્તાવો કરે. આ અંગે ફરમાનીએ કહ્યું, ‘જ્યારે મારા પતિએ બીજા લગ્ન કર્યા ત્યારે મારું દુ:ખ કોઈએ જોયું ન હતું. હવે જ્યારે હું ગીત ગાઈને બાળકને ખવડાવી રહી છું ત્યારે લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ફરમાની કહે છે કે યુટ્યુબ પર તેની કવ્વાલી અને ભક્તિની ચેનલ છે. તે તમામ પ્રકારના ગીતો ગાય છે. આ ગીત કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

Niraj Patel