ખબર

બૉલીવુડના આ ફેમસ હસ્તીના પિતાનું થયું નિધન, ૐ શાંતિ…ચાહકોને વિશ્વાસ નથી આવી રહ્યો

બોલિવુડ ઇરફાન ખાન અને રિશી કપૂરના શોકમાં છે, ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવ્યાં છે. બોલિવુડ સિંગર અર્જુન કાનૂનગોના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. અર્જુનના પિતાએ 29 એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કહી દીધું છે. પિતાના અવસાન વિશે અર્જુને સોશિયલ મીડિયા મારફતે જાતે જ જાણકારી આપી છે. આ પોસ્ટ પર ફેન્સ સાથે ઘણા સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું છે.

અર્જુને 29 એપ્રિલના રોજ ઇનસ્ટાગ્રામ પર એક થ્રોબેક તસ્વીર પોસ્ટ કરી છે. આ ફોટોમાં તે પિતા સાથે જોવા મળે છે. ફોટોના કેપ્શનમાં અર્જુને લખ્યું કે,’જ્યાં સુધી આપણે ફરી નહીં મળીએ પપ્પા, ત્યાં સુધી રેસ્ટ ઇન પીસ.’ અર્જુનની આ પોસ્ટ પર ફેન્સ સિંગરના પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સિંગરના પિતા અર્જુન કેન્સરની બીમારીથી પીડાઇ રહ્યાં હતા. આ પોસ્ટ પર સિંગર દર્શન રાવલે લખ્યું, ‘હું પ્રાર્થના કરુ છું કે તેમની આત્માને શાંતિ મળે, આ સમયે કમજોર ન પડતો ભાઇ…’ તો બીજી તરફ સિંગર જોનિતા ગાંધીએ લખ્યું- ‘મારો પ્રેમ અને દુઆ તમારા પરિવારની સાથે છે. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.’

ગયા વર્ષે અર્જુને એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે પિતા છેલ્લા ચાર વર્ષથી કેન્સર સામે લડત આપી રહ્યાં હતા. અર્જુને તે સમયે લખ્યું કે- મારા પિતાનો બીજા રાઉન્ડનો કીમો શરુ થયો છે, તેમને ચોથા સ્તરનું કેન્સર છે. આ ગંભીર બીમારીથી મારા પિતા હોંસલો હજી મજબૂત છે અને તે એક યોદ્ધાની જેમ લડત આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અર્જુન એક સિંગરની સાથે મ્યુઝિક કંપોઝર પણ છે. અર્જુનનો જન્મ મુંબઇમાં થયો હતો, અને ન્યુયોર્કમાં તેણે એક્ટિંગ શીખી હતી. અર્જુન ગાવાની સાથે સારો પિયાનો અને ગિટાર વગાડવાનું જાણે છે. અર્જુનનું મ્યુઝિક પોપ સ્ટાઇલનું હોય છે અને તે ફેન્સ પસંદ કરે છે.