મનોરંજન

BIG NEWS: આ દિગ્ગજ સેલિબ્રિટીના માતાનું થયું અચાનક નિધન, જાણો સમગ્ર વિગત

દિગ્ગજ અને મશહૂર ગાયક અરિજીત સિંહની માતાનું નિધન થઇ ગયુ છે. કોરોના થયા બાદ તેમની કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જયાં તેઓ જીવનની જંગ હારી ગયા. તેઓ કેટલાક દિવસથી ECMO પર હતા અને તેમની હાલત ક્રિટિકલ હતી.

અરિજીત સિંહ તેમની માતાની ઘણા નજીક હતા.ઇંડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, ગુરુવારે સવારે 11 વાગ્યે સિંગરની માતાએ અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઇએ કે, અરિજીત સિંહની માતાની હોસ્પિટલમાં દાખલ થવાની ખબરને અભિનેત્રી સ્વાસ્તિકાએ કંફર્મ કરી હતી.

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સ્વાસ્તિકાએ લખ્યુ કે, અરિજીત સિંહની માતા માટે A- બ્લડની જરૂરત છે. તે Amri Dhakuria માં દાખલ છે. ફિલ્મ મેકર શ્રીજીત મુખર્જી એ પણ લોકોને રિકવેસ્ટ કરી હતી. તેમણે બંગાળીમાં ટ્વીટ કર્યુ હતુ.

તમને જણાવી દઇએ કે, અરિજીત સિંહે વર્ષ 2005માં તેમના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે સિંગિગ રિયાલિટી શો “ફેમ ગુરુકુલ”માં ભાગ લીધો હતો. જો કે તેમને વધારે ફેમ ના મળ્યુ પરંતુ તેમણે જીવનમાં ઘણુ સ્ટ્રગલ કર્યુ અને તેમને ઓેળખ “આશિકી 2″ના ગીતથી મળી. તેમને રોમાંટિક ગીતો માટે ઓળખવામાં આવે છે.