હાઈફાઈ સિંધુ ભવન રોડ પર થાઈલેન્ડની વિદેશી યુવતીઓ ઝડપાઇ, બીભત્સ કામ નહિ પણ આ કારનામાઓ કરતી હતી, જુઓ
ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી સ્પા અને સલૂનની આડમાં ચાલતા ઘણા કુટણખાનાઓ ઝડપાતા હોય છે. જેમાં વિદેશથી આવેલી યુવતીઓ સ્પાના નામ પર દેહવિક્રયનો ધંધો પણ કરતી હોય છે. આવા ઘણા કુટણખાના રાજકોટ અને સુરતમાંથી સામે આવતા રહે છે, ત્યારે હાલ અમદાવાદના વૈભવી વિસ્તાર તરીકે ઓળખતા સિંધુ ભવન રોડ પરના એક સ્પા સેન્ટરમાં પોલીસે દરોડા પાડતા વર્ક વિઝા વગર કામ કરતી વિદેશી યુવતીઓ મળી આવી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર પોલીસને બીટામી મળી હતી કે બોડકદેવ સીંધુંભવન રોડ પર આવેલા સનરિલેક્સ ડેસ્ટિનેશન સ્પાની અંદર થાઈલેન્ડ અને અન્ય દેશોની યુવતીઓ મલ્ટીપલ વિઝા લઈને સ્પાની અંદર સમાજ કરવાની નોકરી કરે છે. તો સ્પાના માલિકો દ્વારા પણ યુવતીઓને વર્ક વિઝા વગર કજ કામ પર રાખવામાં આવ રહી છે. ત્યારે બાતમીના આધારે પોલીસે સ્પામાં દરોડા પાડ્યા હતા.
પોલીસ દ્વારા સ્પાની અંદર ઓચિંતી તપાસ કરતા સ્પાનો મેનેજર ત્યાં હાજર હતો. જેની હાજરીમાં જ પોલીસે સ્પાની અંદર લાકડાના પાર્ટીશન વાળી રૂમમાં ત્રણ છોકરીઓને બેઠેલી જોઈ. તેમની પૂછપરછ કરતા તેઓ મુંબઈ, નોર્થઇસ્ટ અને થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું હતું. આ તમામ પાસે તેમના પાસપોર્ટ હાજર હતા. જેમાં કેટલાક પાસ્પૂર્ટ ટુરિસ્ટ પ્રકારના હોવાનું પણ સામે આવ્યું. મહિલા પોલીસ દ્વારા તેમની તલાશી લેતા તેમની પાસેથી કઈ મળી આવ્યું નહોતું.
ત્યારે હવે આ મામલે પોલીસે સ્પાના માલિક અને મેનેજર વિરુદ્ધ યુવતીઓને ગેરકાયદેસર કામ આપવા અને યુવતીઓ દ્વારા વિઝાના નિયમોનો ભંગ કરવા બદલ ગુન્હો નોંધીને ઇમિગ્રેશન વિભાગને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે સીંધુંભવન રોડ પરથી સામે આવેલો આ મામલો હાલ ખુબ જ ચર્ચામાં છે.