મનોરંજન

TV ની આ અભિનેત્રી શૂટિંગ દરમિયાન થઇ ગઈ બેહોશ, આ હાલત જોઈને સેટ પર મચી ગયો હડકંપ

ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા સિતારાઓ વ્યસ્ત શેડ્યુઅલને કારણે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતા. લગાતાર કામને કારણે અભિનેતાઓની તબિયત ખરાબ થતી હોય છે. થોડા સમય પહેલા વરુણ ધવન તેની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ના સેટ પર બેહોશ થઇ ગયો હતો. બીમાર હોવા છતાં વરુણ ધવન સતત શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે હાલમાં જ એક અભિનેત્રી સેટ પર બેહોશ થવાની ખબર આવી છે.

 

View this post on Instagram

 

Breathing dreams like air 🎥 #ootd#rokkalook#gunjansharma#ishaaronishaaronmein @sonytvofficial

A post shared by Simran Pareenja (@simran_pareenja_) on

ટીવી અભિનેત્રી સિમરન પરીંજા સેટ પર બેહોશ થઇ ગઈ હતી. સિમરન હાલમાં જ સિરિયલ ‘ઈશારો ઈશારો’માં કામ કરી રહી હતી. આ સીરિયલમાં તે એક મૂંગી યુવતીના રોલમાં છે. સિમરન ઘણા સમયથી બીમાર હતી. છતાં પણ તે લગાતાર શૂટિંગ કરી રહી હતી. જેનું પરિણામ એ આવ્યું કે તે સેટ પર જ બેહોશ થઇ ગઈ હતી. જે બાદ તેને મેડિકલની સુવિધા આપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A very Happy #ganeshchaturthi to everyone 😊❤️

A post shared by Simran Pareenja (@simran_pareenja_) on

એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, સિમરનને છેલ્લા ઘણા દિવસથી ગળામાં ઇન્ફેક્શન હતું. પરંતુ તેની વ્યસ્તતા વચ્ચે તે ડોક્ટર પાસે જઈ શક્તિ ના હતી. સિમરને કહ્યું હતું કે, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની તેની પોતાની રીત છે. અમને બીજાની જેમ અઠવાડિયામાં રજા નથી મળતી. હું છેલ્લા ઘણા દિવસથી બીમાર છું.પરંતુ ડોક્ટર પાસે નથી જઈ શકતી.

 

View this post on Instagram

 

I love it when you call me señorita 🎶

A post shared by Simran Pareenja (@simran_pareenja_) on

સિમરને વધુમાં જણાવ્યું હતું કે, સીરિયલમાં અમે લગ્નનું શૂટિંગ કરી રહ્યા હતા. એક દિવસ હું શૂટિંગની વચ્ચે જ બેહોશ થઇ ગઈ હતી. મને લાગતું હતું કે, હું મારા સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન નથી આપી શકતી. જેના કારણે હું બેહોશ થઇ ગઈ હતી. મને તુરંત જ મેડિકલની સુવિધા આપવામાં આવી હતી. અને રજા પર મોકલી દેવામાં આવી હતી. ફિલહાલ તો હવે હું ઠીક છું. અને કામ પર પરત જઈ રહી છું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks