માત્ર 1947 રૂપિયા ભરીને બુક કરાવી દો આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, 15 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે બુકીંગ, જાણો ફીચર્સ

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની સાથેલ ઓકો હવે ઇલેક્ટ્રિક વ્હીહિકલ તરફ આગળ વધી રહ્યા છે.  આપણા દેશની અંદર ઘણી ઇલેક્ટ્રીકક કંપનીઓ દ્વારા પોતાના ઇલેક્ટ્રિક વ્હીહિકલ લોન્ચ કરવામાં આવ્યા છે, ત્યારે જો તમે પણ કોઈ ઇલેક્ટ્રિક સ્કૂટરની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે ખુશ ખબરી સામે આવી છે. કારણ કે 15 ઓગસ્ટના રોજ માત્ર રૂપિયા 1947 ભરી અને તમે પણ એક શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરાવી શકો છો.

સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટર 15 ઓગસ્ટના રોજ લોન્ચ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. લોન્ચિંગ પહેલા જ બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા પોતાના પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું પ્રિ બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સ્કૂટરને કંપનીની વેબસાઈટ ઉપર 15 ઓગસ્ટ સાંજે 5 વાગે 1947 રૂપિયાની કિંમતમાં પ્રિ બુકીંગ કરાવી શકાશે.

પ્રિ બુકિંગની તારીખનો ખુલાસો કરવા ઉપરાંત સિમ્પલ એનર્જી દ્વારા એ પણ ખુલાસો કરવામાં આવ્યો કે તેમનું ઇલેક્ટ્રિક સ્કૂટર 4.8 કિલોવોટ ઓવર લિથિયમ આયન બેટરી દ્વારા સંચાલિત હશે. જેનું વજન 6 કિલોગ્રામથી વધારે હશે. સિમ્પલ એનર્જીનું કહેવું છે કે બેટરીને માત્ર 70 મિનિટમાં જ ફૂલ ચાર્જ કરી શકાશે.

રેન્જના મામલામાં કંપનીનો દાવો છે કે સિમ્પલ વન ઇકો મોડમાં સિંગલ ચાર્જ ઉપર 240 કિલોમીટર સુધી જઈ શકશે. પરંતુ ઓન રોડ રેન્જ અલગ અલગ હોઈ શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે અને તે માત્ર 3.6 સેકેન્ડમાં 0 થી 50 કિલોમીટરની સ્પીડ પકડી શકશે.

રીમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીચર્સમાં ટચસ્ક્રીન, બ્લુટુથ કનેક્ટિવિટી, ઓનબોર્ડ નેવિકગેશન સપોર્ટ સમેત અન્ય વસ્તુઓ સામેલ છે. કંપનીનું કહેવું છે કે સિમ્પલ વન ઇલેક્ટ્રિક વેરિયંટની કિંમત 1,00,000 રૂપિયાથી લઈને 1,20,000 રૂપિયાની વચ્ચે હશે. સિમ્પલ વનને પહેલા ચરણમાં 13 રાજ્યોની અંદર લોન્ચ કરવામાં આવશે. બીજા ક્ષેત્રોને પછીથી જોડવાની યોજના છે.આ સ્કૂટરનું પ્રિ-બુકિંગ ઉત્પાદકની ઓફિસિયલ વેબસાઇટ પર ખુલશે અને ત્યાંથી તમે 1947 રૂપિયા ભરી આ સ્કૂટર બુક કરી શકશો, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમે ભરેલા પૈસા રિફન્ડેબલ હશે.

Niraj Patel