તારક મહેતાના જેઠાલાલની કશ્મીરી પત્નીના આગળ ફેલ છે હિરોઇનો, તસવીરો જોતા જ ચોંકી જશે દયાભાભી

3-3 રેસ્ટોરન્ટની માલકિન છે જેઠાલાલની પત્ની ગુલાબો, ફિગર જોઈને અક્કલ કામ નહિ કરે

નાના પડદાનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આ શોમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક બદલાવ આવ્યા છે.

કેટલાક જૂના કલાકારો આ શો છોડી ચાલ્યા ગયા છે અને તેમની જગ્યાએ કેટલાક નવા કલાકારો આવ્યા છે. કેટલાક નવા કલાકારોની એન્ટ્રી શોમાં થઇ છે. શોની સ્ટારકાસ્ટની લિસ્ટ ઘણી લાંબી છે. ત્યારે શોમાં જેઠાલાલની કશ્મીરી પત્ની ગુલાબો પણ શોમાં આવી હતી, તમને યાદ હોય તો તો ગુલાબો કશ્મીરથી જેઠાલાલને શોધતી શોધતી ગોકુલધામ આવી પહોંચી હતી.

આ અભિનેત્રીનું નામ સિંપલ કૌલ છે. સિંપલે ગુલાબો બનીને દર્શકોનું દિલ જીત્યુ હતુ. શોમાં તેનું પાત્ર ભલે નાનું રહ્યુ હોય. પરંતુ તેણે લોકોનું ઘણુ મનોરંજન કર્યુ હતુ. સિંપલે ગુલાબો બનીને શોમાં ઘણો તડકો લગાવ્યો હતો. પરંતુ દયાભાભીના પ્રેમ આગળ તે ટકી શકી નહિ.

શોની કહાની અનુસાર, જેઠાલાલ કશ્મીર ગયા હતા અને ત્યાં તેમણે ફિલ્મની શુટિંગ કરી હતી. જેમાં ગુલાબો તેમની પત્ની બની હતી. આ રોલને ગુલાબોએ સીરિયસલી લઇ લીધો હતો અને તે જેઠાલાલને શોધતી શોધતી મુંબઇ આવી ગઇ હતી.

આટલું જ નહિ, જેઠાલાલને મેળવવા માટે તેણે કોર્ટમાં કેસ પણ લડ્યો હતો. તેણે ગોકુલધામમાં તંબુ લગાવી લીધુ હતુ પરંતુ દયાભાભીના પ્રેમ આગળ ગુલાબોનો પ્રેમ ફીકો પડી ગયો અને ગુલાબોને પાછુ જવું પડ્યુ.

સિંપલ કૌલે થોડા વર્ષો પહેલા ગુલાબોનો રોલ કર્યો હતો. કેટલાક એપિસોડ્સ બાદ તેનો રોલ શોમાં ખત્મ થઇ ગયો હતો. તે બાદ સિંપલને શો છોડવો પડ્યો હતો. સિંપલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

સોશિયલ મીડિયા પર સિંપલ અવાર નવાર તેનો જાદુ ચલાવતી રહે છે. રિયલ લાઇફમાં સિંપલ ઘણી ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરોમાં તેનો હોટ લુક જોવા મળે છે.

સિંપલ કૌલે શરારત, સાસ બિના સસુરાલ, બા બહુ ઔર બેબી અને કુસુમ, કુટુંબ, યે મેરી લાઇફ હે, એસા દેશ હે મેરા, ભાખડવાલી, સુવ્રીન ગુગ્ગલ ટોપર ઓફ ધ યર, તીન બહુરાનિયા જેવા શોમાં કામ કર્યુ છે. તેણે કરિયરની શરૂઆત વર્ષ 2002માં કરી હતી.

તમને જણાવી દઇએ કે, સિંપલ એક બિઝનેસ વુમન છે. તેનાા મુંબઇમાં 3 મોટા રેસ્ટોરન્ટ છે. સિંપલના સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ અને બોલ્ડ લુક જોવા મળે છે. સિંપલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવી ચૂકી છે. તેણે હિંદુસ્તાની ક્લાસિકલ ઉપરાંત વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખ્યુ છે.

સિંપલ કૌલે વર્ષ 2010માં રાહુલ લૂંબા સાથે લગ્ન કર્યા હતા. એકવાર સિંપલ સલમાન ખાન સાથે ભીડી ગઇ હતી. બિગબોસ 12માં સલમાન ખાનની કહેલી એક વાત તેને પસંદ આવી ન હતી અને મિત્ર કરણવીર બોહરાના સમર્થનમાં તેણે ટ્વીટર પર સલમાન ખાનને ઘણુ સંભળાવ્યુ હતુ.

Shah Jina