મનોરંજન

આ 5 અભિનેત્રીઓની બહેન અદ્દલ છે તેમની કાર્બન કોપી, જોઈ લો તસ્વીરોમાં

બોલીવુડમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના ભાઈ બહેનોના ચેહેરા એક બીજા સાથે મળતા આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે દુનિયામાં આપણા જેવા જ 7 ચહેરાઓ છે. પરંતુ તેમનો ભેટો ભાગ્યે જ થાય. પરંતુ આજે અમે તમને બોલીવુડની 5 એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમની બહેનો અદ્દલ તેમના જેવી જ દેખાય છે. જેને જોઈને તમે પણ ક્ષણવાર વિચારમાં લાગી જશો કે સાચી કોણ છે?

Image Source

1. રેખા અને રાધા:
બોલીવુડમાં એક સમયે જેના અભિનય અને સુંદરતાનો સિક્કો ચાલતો હતો એ અભિનેત્રી રેખાની બહેન રાધાને જોઈને કોઈપણ વિચારમાં પડી જાય. તે બંનેના ચહેરા એકબીજા સાથે ખુબ જ મળતા આવે છે. જો કે રાધા રેખા કરતા થોડી નાની છે પરંતુ એક નજરમાં બંને સરખા જ દેખાય છે. રાધા ઘણા વર્ષોથી વિદેશમાં રહે છે. રેખાની જેમ રાધા પણ એક મોડેલ રહી છે. આ ઉપરાંત તે એક ક્લાસિકલ ડાન્સર પણ છે.

Image Source

2. કૃતિ સેનેન અને નૂપુર સેનન:
અભિનેત્રી કૃતિ સેનન બોલીવુડમાં ખુબ જ સારું નામ મેળવી ચુકી છે તો તેની બહેન પણ તેની જેમ જ પ્રસિદ્ધ છે. તે એક ખુબ જ સુંદર ગાયિકા છે. આ ઉપરાંત તેને “બરેલી કી બર્ફી” ફિલ્મથી પોતાના અભિનયની શરૂઆત પણ કરી હતી. તે બંને દેખાવમાં ખુબ જ સુંદર છે અને તેમનો દેખાવ પણ એક જેવો જ લાગે છે.

Image Source

3. કંગના રનૌત અને રંગોલી ચંદેલ:
આજકાલ ખુબ જ ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌતની જેમ તેની બહેન રંગોલી ચંદેલ પણ ચર્ચામાં રહે છે. તે પણ બૉલીવુડ અને સામાજિક મુદ્દે કંગનાની જેમ જ ચર્ચામાં ઉતરે છે. વાત જો બનેંના દેખાવની કરીએ તો તે બંને એકબીજાને ખુબ જ મળતી આવે છે. પરંતુ રંગોલી ઉપર થેયલા એસિડ એટેકના કારણે તેનો ચહેરો થોડો બળી ગયો છે. તે હાલમાં કંગનાની મેનેજર છે.

Image Source

4. ભૂમિ પેડનેકર અને સમીક્ષા પેડનેકર:
તસ્વીર જોઈને તો તમે પણ એક ક્ષણ માટે વિચારમાં પડી જશો કે આ તસ્વીરમાં ભૂમિ કોણ છે અને સમીક્ષા કોણ છે. બંને બહેનો એકબીજાની હમશકલ જ દેખાય છે. પરંતુ ભૂમિને ફિલ્મોમાં કેરિયર બનાવવું છે તો તેની બહેન સમીક્ષાને કાનૂનમાં વધારે રસ છે. તે ફિલ્મોમાં આવવા નથી માંગતી. તે હાલમાં લૉનો અભ્યાસ કરી રહી છે.

Image Source

5. તાપસી પન્નુ અને શગુન પન્નુ:
અભિનેત્રી તપાસી પન્નુ હાલમાં બોલીવુડમાં ખુબ જ મોટું નામ મેળવી ચુકી છે. તાપસી અને શગુન પણ બંને સરખા દેખાય છે પરંતુ શગુન પોતાનું કેરિયર ફિલ્મોમાં બનાવવા નથી માંગતી. તે એક વેડિંગ પ્લાનર છે. તેની પોતાની એક વેડિંગ પ્લાનિંગ કંપની પણ છે.