ચાંદી પહેરવાનો શોખ ઘણા લોકોને હોય છે, ચાંદીના કેટલાક આભૂષણો જેવાકે વીંટી, પાયલ, ચેઇન જેવી વસ્તુઓ પહેરવાના શોખીન હોય છે, ચાંદી પહેરવાના ઘણા ફાયદાઓ પણ છે, જે ઘણા લોકોને ખબર નથી હોતી, વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો ચાંદી પહેરવાથી ઘણાં લાભ પણ થાય છે પરંતુ એ યિગ્ય સ્થાને પહેરવામાં આવે તો.

આજે તમને હાથની કઈ આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી લાભ થશે અને ચાંદી ધારણ કરવાથી કેવા લાભ થશે તેના વિશે માહિતગાર કરાવીશું.
ટચલી આંગળીમાં આ વિધિ સાથે પહેરો ચાંદીની વીંટી:
તેમ જયારે આંગળીએ પહેરવા માટે બજારમાંથી કોઈ ચાંદીની વીંટી લાવો છો તો તેને ઘરે લાવી ગુરુવારની રાત્રે પાણીની અંદર ડુબાડીને મૂકી દેવી. આખી રાત સુધી એ વીંટીને પાણીના એ પાત્રમાં જ રાખી મુકવી, સવારે ઉઠી સ્નાન કરી વીંટી પાણીમાંથી કાઢી ભગવાન વિષ્ણુજીના ચરણોમાં મૂકી દેવી.

ભગવાન વિષ્ણુના ચરણોમાં વીંટી મુખ્ય બાદ સાચા મન અને વિધિ વિધાન દ્વારા પૂજા કરવી, પૂજા પૂર્ણ થઇ ગયા બાદ વીંટી ઉપર ચંદન લગાવવું, તેને પણ ધૂપ બત્તી બતાવવી અને આરતી આપી ચોખા ચઢાવવા, હવે આ વીંટી પૂર્ણરૂપે અભિમંત્રિત થઈ ચુકી છે, આ વીંટીને તમે હવે જમણા હાથની સૌથી નાની અને છેલ્લી ટચલી આંગળીમાં ધારણ કરી શકો છો.

ચાંદીની વીતી પહેરવાથી થતા ફાયદાઓ:
વિધિ વિધાન સાથે પહેરવામાં આવેલી આ ચાંદીની વીંટીથી શુક્ર ગ્રહ અને ચંદ્રમાં સારા પરિણામ આપવા લાગે છે, જેનાથી ચહેરા ઉપર સુંદરતા અને ચમક આવવા લાગે છે, તેનાથી ચહેરા ઉપરના દાગ-ધબ્બા નીકળી જાય છે અને ચમકમાં પણ વધારો થાય છે.
ટચલી આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી મગજ પણ શાંત રહે છે. જો તમને વાત વાત ઉપર વારંવાર ગુસ્સો આવતો હોય તો તમે આ વીંટી ધારણ કરશો તો ગુસ્સો પણ નિયંત્રણમાં રહેશે.
તમારો ચંદ્રમા જો કમજોર હશે તો તે પહેલા જ વ્યક્તિની માનસિક ક્ષમતાને ઘટાડી દે છે પરંતુ જો તમે ચાંદીની વીંટી ધારણ કરી હશે તો તમારો ચંદ્રમા પણ બળવાન બનશે અને તમારી માનસિક ક્ષમતામાં પણ વધારો થશે.
જો તમે કફ, આર્ટરાઇટ્સ, સાંધા અને હાડકાંથી જોડાયેલી કોઈ સમસ્યા હોય તો તમને ચાંદીની વીંટી ઘણી જ ફાયદાકારક થશે, આ વીંટી પહેરવાથી તમને બહુ જ જલ્દી ફાયદો પણ પહોંચવાનો શરૂ થઇ જશે.
જે લોકોને વીંટી પહેરવાનું ના પસંદ હોય તેવા લોકો આજ પ્રમાણે વિધિ કરી અને ચાંદીની ચેઇન પણ પહેરી શકે છે. તેનાથી શરીરની અંદર વાત,કફ અને પિત્ત આ ત્રણેયનું સંતુલન બનેલું રહે છે. જે લોકોને બોલવામાં તકલીફ થતી હોય અને જે લોકો થોડું હકલાઈને બોલતા હોય તેવા લોકો માટે પણ ચાંદીની વીંટી અને ચેઇન ખુબ જ ફાયદાકારક છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.