આ સંસારમાં દરેક કોઈ વ્યક્તિ સુખી રહેવા માગતા હોય છે, જેઓ ઇચ્છતા હોય છે કે તેઓના જીવનમાં ક્યારેય દુઃખનો સામનો ન કરવો પડે. પણ તે શક્ય નથી કેમ કે કોઈપણના જીવનમાં સુખ-દુઃખનું આવન-જાવન રહે જ છે. વ્યક્તિ પોતાના જીવનને ખુશહાલ બનાવા માટે કઠોર મહેનત કરે છે જેનાથી તે સફળતા પ્રાપ્ત કરી શકે અને જે ચીજની ઈચ્છા રાખે છે તે તેને મળી શકે. છતાં પણ આટલી મહેનત કર્યા પછી પણ વ્યક્તિને હંમેશા નિરાશા જ મળતી હોય છે. આજે અમે તમને એવી અમુક ચીજો વિશે જણાવીશું જેને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય ખુલી જાશે અને જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે.
કહેવામાં આવે છે કે જો તમને પણ તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે તો ચાંદીની અમુક શુભ વસ્તુઓને ઘરમાં રાખી શકો છો. આ ચાંદીની વસ્તુઓને ઘરમાં રાખવાથી તમે કોઈપણ પ્રકારની દુર્ઘટના,ગૃહ કલેશ અને ગ્રહ નક્ષત્રના દુષ્પ્રભાવથી બચી શકો છો.આવો તો તમને જણાવીએ ચાંદીની આ 6 વસ્તુઓ વિશે જે તમને ખુશીઓ અને સમૃદ્ધિ આપવા માટે પૂરતી છે.
1.ચાંદીનો ચોરસ ટુકડો:
જો તમે તમારા કેરિયર અને વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરવા માગો છો તો ચાંદીનો એક ટુકડો ઘરમાં રાખી દો. અમુક લોકો તેને ખિસ્સામાં પણ રાખવાની સલાહ આપતા હોય છે. જો તમે પણ આવું કરશો તો તમારા વ્યાપારમાં વૃદ્ધિની સાથે-સાથે સફળતા પણ મળશે અને કાર્ય ક્ષેત્ર માં આવનારી દેરક બાધાઓ દૂર થઇ જશે અને સફળતાનો અવસર મળશે.

2. ચાંદીના ગ્લાસ:
જો કુંડળીમાં એકાદશ ભાવમાં સ્થિત રાહુ તથા પંચમ ભાવમાં વિરાજમાન કેતુ માટે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું સારું માનવામાં આવ્યું છે. જે વ્યક્તિઓને ભાવનાત્મક પરેશાનીઓ વધુ છે તો તે વ્યક્તિ ચાંદીનો પ્રયોગ સાવધાની પૂર્વક કરે.

3. ચાંદીના બનેલા હાથી:
જો તમે તમારા ઘરમાં ચાંદીના બનેલા હાથી રાખો છો કે પછી તમે ચાંદીનો બનેલો નાનો હાથી તમારા ખિસ્સામાં રાખો છો તો તે પંચમ અને દ્વાદશ માં બેઠેલા રાહુનો ઉપાય છે. તેનાથી સંતાનને કષ્ટ નથી મળતો અને તમારા વ્યાપારમાં પણ લાભ થશે.

4. ચાંદીની ગોળી:
જો તમારી કુંડળીમાં રાહુ દ્વીતીય ભાવમાં છે તો ચાંદીની ગોળી પોતાની પાસે રાખો અને જો લગ્નમાં કેતુ છે તો વિવાહના સમયે ચાંદીની ઈંટ પોતાની પત્નીને આપો અને તે વાતનું ધ્યાન આપવાનું કે આ ઈંટ ક્યારેય પણ ન વહેંચો. તેનાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થઇ જાશે.

5. ચાંદીની ડબ્બી:
તમે તમારી તિજોરીમાં ચાંદીની ડબ્બીમાં પાણી ભરીને રાખો જ્યારે પાણી સુકાઈ જાય તો તેને ફરીથી ભરીને મૂકી દો. જો ચતુર્થ માં રાહુ હોય તો ડબ્બી માં મધ ભરીને ઘરની બહાર જમીનમાં દાંટી દો. જો સપ્તાહમાં રાહુ હોય તો ડબ્બીમાં નદીનું પાણી ભરીને તેમાં ચાંદીનો એક ટુકડો નાખીને ઘરમાં મૂકી દો. જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં રાહુની આ ખરાબ દશા સમાપ્ત થઇ જાશે અને તમારા કષ્ટ પણ દૂર થઇ જાશે.

6. ચાંદીની ચેન કે વીંટી:
જો કોઈ વ્યક્તિના લગ્નમાં મોડું થઇ રહ્યું છે તો શુક્લ પક્ષના પ્રથમ સોમવારે સવારે ચાંદીની એક વીંટી ચાંદીની જ ચેનમાં પરોવીને પહેરો તેનાથી તમારા લગ્નમાં આવતી દરેક બાધાઓ દૂર થઇ જાશે અને પ્રથમ ભાવમાં રાહુ છે તો ગાળામાં ચાંદીની ચેન પહેરો અને રાહુ ચતુર્થ ભાવમાં છે તો ચાંદીની વીંટી ધારણ કરવી ફાયદામાં રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks