ઘણીવાર આપણે નાની-મોટી વસ્તુને નકામી સમજીને તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેય આ વસ્તુઓ આપણને એટલી બધી ઉપયોગી સાબિત થાય છે કે આપણે તેના વિશે વિચારી પણ શકતા નથી. બુટના બોક્સમાં કે બેગમાં કે બોટલોની સાથે કે આવી કેટલીય વસ્તુઓ સાથે એક નાની પડીકી આવે છે. આ પડીકી કોઈ-કોઈ દવાના પેકેટમાં પણ જોવા મળતી હોય છે. જે એક કાગળના નાના પાઉચ જેવુ હોય છે, આપણે પણ તેને કાગળનું પાઉચ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ.

આપણે જ્યારે પણ નવા બુટ અથવા તો દવાની બોટલ ખરીદીએ છીએ તો એ કાગળની 3 થી 4 પડીકી તો આપણી સામે આવે જ છે. જેને આપણે તરત જ ફેંકી દઈએ છીએ. અને ખરીદેલ સામાનને જ જોવામાં બીજી થઈ જઈએ છીએ. આપણે એ વસ્તુ તો સાવ ભૂલી જ જઈએ છીએ કે સાથે આપ્યું છે તો જરૂર કોઈ કારણ હશે, તેનો પણ કોઈ જગ્યાએ ઉપયોગ થતો હશે.

તમને જણાવી દઈએ કે તેનું નામ “સિલિકા જેલ” છે. સિલિકા જેલ હકીકતમાં સિલિકોન ડાયોકસાઇડ હોય છે. જે બીજા તત્વોની જેમ જ એક તત્વ હોય છે. સિલિકા જેલનું કામ ભેજ શોષવાનું હોય છે. તેના પર લખેલું હોય છે કે ખાવું નહિ. પણ ના, સિલિકા જેલ જેરી નથી હોતી. તેમ છતાં તેના પર ડૂ નોટ ઈટ કે થ્રો આવે લખેલું હોય છે. કારણ કે જયારે વિદેશમાં તેનો ઉપયોગ શરુ થયો હતો, ત્યારે બાળકો તેને ઘણીવાર ખાઈ જતા હતા. એને ખાવાથી તમે મરી નહિ જાઓ પણ જો ગળામાં અટવાઈ ગયું તો મરી જવાના ચાન્સ છે. એટલા માટે તેને કહેવાની મનાઈ કરવામાં આવે છે.
મોટેભાગે આપણે તેને ફેંકી જ દેતા હોઈએ છીએ, પરંતુ હવે તેને ભેગી કરવાનું કામ શરૂ કરી દો, જાણો તેના ઉપયોગો વિશે.

ઘણીવાર આપણો મોબાઈલ ફોન પાણીમાં પડી જાય છે કે વરસાદમાં પલળી જાય છે. એવામાં સૌથી પહેલા તો મોબાઇલની બેટરી કાઢીને તેને લૂછીને સૂકવી દો. હવે મોબાઇલને કોઈ પ્લાસ્ટિક બેગમાં રાખીને તેમાં સિલિકા જેલની બે થી 3 પડીકી નાખી દો. અને પ્લાસ્ટિકની બેગ બંધ કરી દો. આમ બે દિવસ માટે રાખો. મોબાઇલમાં રહેલ પાણી અને ભેજ એકદમ શોષાઈ જશે ને મોબાઈલ બની જશે પહેલા જેવો જ, એકદમ ઓકે.

આ ધાતુઓને બચાવવાનું પણ કામ કરે છે ને ખાધ્ય વસ્તુઓને બગાડતી અટકાવવાનું પણ કામ કરે છે. કોઈપણ ખાધ્ય સામગ્રી જેવાકે ડ્રાય ફ્રૂટ્સ, મસાલા કઠોળ કે અનાજ ને ભેજથી બચાવવા હોય તો તે જેમાં પણ ભરેલ છે તે વાસણમાં કે બરણીમાં 3 થી 4 સિલિકા જેલની પડીકી નાખી દો, કઠોળ કે અનાજ માં કે પછી મસાલામાં બિલકુલ ભેજ લાગવા નથી દેતું ને વસ્તુને લાંબા સમય સુધી સારી રાખવામા મદદ કરે છે.
આ સિવાય તેને કબાટોમાં અને જિમ બેગમાં પણ રાખી શકાય છે. ગરમ કપડા, ધાબળો કે પછી જૂતા પેક કરતા સમયે પણ આને આ વસ્તુઓ સાથે મુકવાથી તેમાં ભેજ નથી લાગતો.

કોઈ જૂની યાદને પણ સાચવી રખવાનું કામ કરે છે. જો કોઈ જૂના ફોટોગ્રાફ્સ પડ્યા હોય અને એ પડ્યા પડ્યા જ સમય જતાં એકબીજા સાથે ચોટી જાય છે તો એવામાં તેને એકદમ સરસ રાખવા માટે આલ્બમમાં બે કે ત્રણ સિલિકાના પાઉચ મૂકી દો. ફોટામાં વાતાવરણમાં રહેલો ભેજ અસર કરશે નહી અને ફોટા લાંબા સમય સુધી એકબીજા સાથે ચોટશે પણ નહી.
જો તમે તેને ફેંકીને હવે પસ્તાતા હોય તો ઓનલાઈન તેની ખરીદી કરી શકો છો અને તેને તમારી જીવનશૈલીનો ભાગ બનાવી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks