ખબર

બ્રિટેનની અંદર શીખોએ જીતી લીધું દિલ, બોર્ડર ઉપર ફસાયેલા હજારો ટ્રક ડ્રાઈવરોને મફતમાં જમાડયા

UK બોર્ડર ઉપર ફસાયેલા ટ્રક ડ્રાઈવર માટે રોજ 800 પ્લેટ જમવાનું તૈયાર કરી રહ્યા છે ખાલસા એડ- જુઓ તસવીરો

બ્રિટેનની અંદર નવા કોરોના વાયરસનો સ્ટ્રેન મલ્યા બાદ બોર્ડર પણ સીલ કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન હજારો ટ્રક ડ્રાઈવરો ફસાઈ ગયા છે. જેમના માટે સૌથી મોટો પ્રશ્ન જમવાનો ઉભો થયો હતો. પરંતુ શીખોએ આ લોકોને મફતમાં જમાડીને દિલ જીતી લીધું છે.

Image Source

ફ્રાન્સ જવા માટે 1500થી પણ વધારે ટ્રક ઇંગ્લેન્ડની બોર્ડર ઉપર ઉભી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કો પ્રતિબંધોમાં ઢીલ નહિ આપવામાં આવે તો બ્રિટનને ખાદ્ય પદાર્થોની ઉણપનો સામનો કરવો પડી શકે છે.

Image Source

સ્થાનિક બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ અહીંયા એક શીખ ચેરિટીના સદસ્યોએ કેન્ટ કેમ્પ બનાવીને લગભગ એક હજાર ટ્રક ડ્રાઈવરોને મફતમાં જમાડ્યા હતા. તેમને છોલે ચાવલ અને મશરૂમ પાસ્તા બનાવની ગરમ ગરમ પીરસ્યા હતા.

ઘરના બનેલા ભોજન ઉપરાંત અહીંયા ફસાયેલા ટ્રક ડ્રાઈવરો માટે સ્થાનિક રેસ્ટોરન્ટ દ્વારા દાન કરવામાં આવેલા પિઝા પણ લઈને આવ્યા હતા. ચેરિટી સંગઠન “ખાલસા સહોયોગી” દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ડોમિનોઝ પીઝા દ્વારા 1000 પીઝા દાન કરવામાં આવ્યા છે.