ધાર્મિક-દુનિયા

2019ની મકરસંક્રાંતિનું મહત્વ, પૂજા, વિધિ અને શુભ મુહૂર્ત…વાંચો લેખ

શાસ્ત્રોમાં મકરસંક્રાંતિને ખૂબ જ મહત્વનું પર્વના રૂપમાં જોવામાં આવે છે. આ પર ભારતની ઘણી જગ્યાઓ ઉપર સ્થાનિક માન્યતા મુજબ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય ઉતરાયણ થાય છે. ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમે છે. જ્યોતિષશાસ્ત્રની માનીએ તો સંક્રાંતિના દિવસે સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે ઋતુમાં પરિવર્તન થાય છે એટલે કે ઠંડીનું મોસમ ધીમે ધીમે ઓછું થાય છે. અને વસંત ઋતુની શરૂઆત થાય છે. આજે અમે તમને મકરસંક્રાંતિના પાવન પર્વએ શુભ મુહૂર્ત પૂજા અને તેનું મહત્વ જણાવીશું.


સંક્રાંતિ કોને કહેવાય?

સૂર્યની વિશે સ્થિતિને સંક્રાંતિ કહેવાય છે જ્યોતિષ અનુસાર સૂર્ય એક મહિનામાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ સ્થિતિને સંક્રાંતિ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં મકરસંક્રાંતિનું એટલા માટે મહત્વ છે કેમકે આ દિવસે સૂર્ય દક્ષિણ ગોળાર્ધથી ઉત્તર ગોળાર્ધમાં આવે છે. જેનું પોતાનું એક વિશેષ મહત્વ છે.

મકરસંક્રાંતિનું શુભ મુહૂર્ત…

વર્ષ 2019માં મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરી સોમવારના દિવસે ઉજવવામાં આવશે. પુણ્યકાળનું શુભ મુહૂર્ત સવારે 7:15 થી બપોરના 12:30 સુધી રહેશે. પુણ્યકાળ મુહુર્તનો કુલ સમય પાંચ કલાક અને 14 મિનિટનો રહેશે.

મહાકાળ પુણ્યકાળ શુભ મુહૂર્ત…

સવારે 7:15 થી 9:15 સુધી.. મહાપૂણ્ય કાળ શુભ મુહૂર્તનો સમય 2 કલાક રહેશે.

મકરસંક્રાંતિ પૂજા વિધિ…

ભવિષ્ય પુરાણ અનુસાર આ દિવસે મકરસંક્રાંતિનું વ્રત કરવુ લાભકારી રહે છે મકરસંક્રાંતિના દિવસે સર્વપ્રથમ માથાબોળ પાણીમાં નહાવું જોઈએ. સ્નાન પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવી તેમની પૂજા-અર્ચના કરવી જોઈએ. કહેવામાં આવે છે કે જો સૂર્ય ભગવાનની આ દિવસે પૂજા કરવામાં આવે તો વ્યક્તિને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

કેવી રીતે ઉજવવુ મકરસંક્રાંતિનું પર્વ…
શાસ્ત્રમાં એવી માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે ભગવાનને ખીચડીનો ભોગ લગાવો. એની સાથે જ આ દિવસે ગોળ, તલ, રેવડી વગેરેનો પ્રસાદ વહેેચવો. આ દિવસે વ્યંજનોમાં ખાસ કરીને તલનો પ્રયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે તલનો લાડુ તલની પટ્ટી ખાવાનું શુભ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિનું ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક બંને દ્રષ્ટિકોણથી પોતાનું મહત્વ છે. બંને દ્રષ્ટિકોણથી આ પર્વ ખૂબ જ મહત્વનું છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરમાં જાય છે. આ પર્વ પિતા અને પુત્રના અનોખા મિલનનું સાક્ષી બને છે. જ્યારે સૂર્ય ઉતરાણમાં હોય છે ત્યારે ધરતી પ્રકાશમય બની જાય છે. આ દિવસે ગંગા ગંગાજી પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી થઈને સાગરમાં મળી હતી. એટલા માટે આ દિવસે ગંગાસ્નાનનું અને સ્નાનનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસ પછી રાત ટૂંકી અને દિવસ લાંબો થવા લાગે છે. આ દિવસે જે પણ વ્યક્તિ ગોળ, તલ, ચોખાનુ દાન, ધાર્મિક અનુષ્ઠાન કરે છે તેને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.