આપણા ભારત દેશમાં ગુટખા ખાઈને રસ્તાઓ પર થુંકનાર લોકોની બિલકુલ પણ ખામી નથી, પણ હવે આવા કામ વિદેશોમાં પણ થઇ રહ્યા છે.ઇંગ્લેન્ડના લિસેસ્ટર શહેરમાં ભારતીયોની આ આદતથી ત્યાંની પોલીસો ખુબ હેરાન થઇ ગઈ છે, અને તેઓને તેના માટે રસ્તાઓ પર બોર્ડ પણ લગાવવા પડયા,જેના પર અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતીમાં પણ આ બોર્ડ પર લખવામાં આવ્યું છે.

ઇંગ્લેડનમાં રહી રહેલા ગુજરાતી લોકો માટે રસ્તાઓ તેમજ સાર્વજનિક જગ્યાઓ પર ગુજરાતી ભાષામાં સાઈન બોર્ડ લાગેલા છે,જે શર્મનાક અનુભવ કરાવવા માટે પૂરતું છે.તે બોર્ડ પર લખવામાં આવ્યું છે કે,”રસ્તા પર થૂંકવું અસામાજિક અને અસ્વસ્થ્યકાર છે.તમારી ઉપર 150 યુરો(13,000 રૂપિયા)નો દંડ લાગી શકે છે”.
Just for information. pic.twitter.com/bd481XA2em
— Empowerment is within us (@EmpoweringGoa) 12 April 2019
આવું એટલા માટે લખવામાં આવ્યું છે કેમ કે બ્રિટિશ સફાઈકર્મીઓને ફરિયાદ મળતી રહે છે કે ગુજરાતી લોકો પાન-મસાલા ખાઈને જ્યા ત્યાં થૂંકતા રહે છે.મીડિયા રિપોર્ટના આધારે સ્થાનીય પોલીસે જણાવ્યું કે રસ્તાઓ પર પણ થૂંકવાની ઘટનાઓ તે વિસ્તારમાં વધારે થઇ રહી છે,જ્યા ભારતીય લોકોની સંખ્યા વધારે છે.
આદેશનું પાલન ન કરવાને લીધે ત્યાં મોટો દંડ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જો કોઈ ગુટખા કે પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકે છે તો તેઓને ભારતીય મુદ્રાના હિસાબે 13,000 રૂપિયાનો દંડ આપવાનો રહેશે.

જો કે ઈંગ્લેન્ડમાં અંગ્રેજી ભાષામાં આવા ચેતવણી ભરેલા બોર્ડ પહેલાથી જ લાગેલા છે,પણ હવે ગુજરાતી લોકોને જોતા સાઈન બોર્ડ ગુજરાતી ભાષામાં લગાવામાં આવ્યા છે.ત્યાંના પ્રશાશનનું માનવું છે કે કદાચ અંગ્રેજી ભાષામાં વાંચવામાં ગુજરાતી લોકોને તકલીફ પડતી હશે, માટે આવા પ્રકારના બોર્ડમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2014 માં લંડન કાઉન્સિલે તેને લઈને એક નિયમ બનાવ્યો હતો,જેમાં 80 યુરો એટલે કે લગભગ 6200 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો.રિપોર્ટના આધારે તે સમયે સાફ સફાઈ પર 20,000 યુરો એટલે કે લગભગ 15 લાખ 71 હજાર રૂપિયા ખર્ચ કરવા પડતા હતા.જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં કુલ 12 લાખ ભારતીયો રહે છે,જેમાં ગુજરાતના લોકોની 6 લાખથી પણ વધારે સંખ્યા છે.
જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં પણ તમાકુ ખાઈને થૂંકવા પર પ્રતિબંધ છે, જો કોઈ થૂંકતું મળે તો તેઓના પર 500 રૂપિયાનો દંડ લગાવી શકાય છે.રાજ્યમાં ઘણા મોટા સાર્વજનિક સ્થળો પર આવા બોર્ડ લાગેલા છે,છતાં પણ ગુજરાતી લોકો વિદેશોમાં પણ આવું કરી રહ્યા છે, જેને લીધે ત્યાં 150 યુરો નો દંડ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

એક રીતે જોવા જઈએ તો ‘ટોબેકો ફ્રી ગુજરાત’નું કોઈ પાલન કરી રહ્યું નથી, લોકો જગ્યાએ જગ્યાએ થૂંકી રહેલા પકડાઈ રહ્યા છે. આ સિવાય તેઓ વિદેશોમાં પણ આવું કરીને દંડ ભરી રહ્યા છે.જો કે તમાકુને લઈને મહારાષ્ટ્ર સરકારે પણ કડક નિયમો બનાવેલા છે, છતાં પણ ત્યાં લોકો તેનું ચોક્કસ રીતે પાલન નથી કરતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks