ખબર મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલાને અંતિમ વિદાય આપતી વખતે પિતાએ ઉતારી પાઘડી, દીકરાની મૂછોને તાવ આપી કહ્યુ અલવિદા

કાળજુ ચીરી દે તેવી વિદાય, દીકરા મૂસેવાલાની મૂછોને તાવ આપી પિતાએ કહ્યુ અલવિદા- જુઓ છેલ્લી તસવીરો

સિંગર સિદ્ધુ મૂસેવાલાને પંજાબના માનસા જિલ્લાના મુસા ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી. સિદ્ધૂને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન કાળજુ ચીરી દે તેવી તસવીરો પણ સામે આવી. મુસેવાલાના પિતા ખૂબ જ રડી રહ્યા હતા. તેઓ દીકરાને જોઇ રહ્યા હતા. પોતાના પુત્રને અંતિમ વિદાય આપતી વખતે તેમણે પાઘડી પણ ઉતારી દીધી હતી.પંજાબ પોલીસે સોમવારે સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં પાંચ શકમંદોની ધરપકડ કરી છે.

પીટીઆઈ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શિમલા બાયપાસ રોડ પરથી પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ માટે પંજાબ લઈ જવામાં આવ્યા હતા. પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પ્રખ્યાત સિંગર સિદ્ધૂ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજ્ય સરકારે મૂસેવાલા માટે સુરક્ષા ઘટાડ્યાના એક દિવસ પછી બની હતી. પાંચેય ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હેમકુંડ સાહિબ ગુરુદ્વારા જઈ રહ્યા હતા તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

માનસા સરકારી હોસ્પિટલના અધિકારીઓએ સવારે લગભગ 8.15 વાગ્યે મુસેવાલાના મૃતદેહને તેના પિતા અને તેના ભાઈને સોંપ્યો હતો. આ દરમિયાન સિંગરના કેટલાક સંબંધીઓ પણ હોસ્પિટલમાં હાજર હતા. મૃતદેહને માનસાના મૂસા ગામ સ્થિત સિંગરના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુસેવાલાના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સિંગરના ચાહકો અંતિમ દર્શન માટે સવારથી જ ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ સિંગરના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે મુસેવાલાની હત્યાની તપાસ માટે હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી હતી.એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સિદ્ધુ મુસેવાલાના લગ્ન 6 મહિના પછી ઓક્ટોબરમાં નક્કી થયા હતા. જેની સાથે તેના લગ્ન થવાના હતા તે યુવતીની પણ રડી રડીને હાલત ખરાબ છે. ગત દિવસે પણ તેમની ભાવિ પત્ની તેમના પરિવાર સાથે સિદ્ધુ મુસેવાલાના ઘરે પહોંચી હતી.

સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર પૈતૃક જમીન પર કરવામાં આવશે. તેમના એક નજીકના સહયોગીએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે ભારે ભીડને જોતા, ગામમાં તેમની પોતાની જમીન પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સિદ્ધૂ મૂસેવાલાને વિદાય આપવા માટે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.સિદ્ધુ મુસેવાલાના નજીકના સહયોગીએ જણાવ્યું કે તેમના પાલતુ કૂતરાઓએ બે દિવસથી ખાધું નથી. તેણે કહ્યું કે મુસેવાલા પોતે તેને સવાર-સાંજ ખવડાવતા હતા.

કેનેડિયન કોમેડિયન લીલી સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સિદ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપી છે. મુસેવાલાના ચાહકો ભૂખ્યા તરસ્યા ગામમાં ઉભા છે. તેઓ માની શકતા નથી કે તેમના પ્રિય ગાયક હવે આ દુનિયામાં નથી. સિદ્ધૂના પાર્થિવ દેહ સાથે માતા-પિતા લાંબા સમય સુધી બેઠા હતા. બંને પોતાના પુત્રને જોઈ રહ્યા. પિતાની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા ત્યારે માતાએ તેમને હિંમત રાખવા કહ્યું અને તેમના આંસુ લૂછ્યા હતા.