મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ બે હાથ જોડીને શેર કર્યો વીડિયો, કહ્યુ- મારું હૃદય ખૂબ જ દુઃખી…

ઘડપણમાં જે લાકડીનો ટેકો બનવાનો હતો એ દીકરાની અર્થીને કાંધો આપતા બાપ ઉપર શું વીતી હશે, એ તો બાપ જ જાણી શકે…સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ બે હાથ જોડીને જુઓ શું શું કહ્યું

પંજાબના મશહૂર સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા 29 મેના રોજ થઈ હતી. પરંતુ આજે પણ તેની હત્યા અંગે લોકો અચંબામાં છે. પંજાબના માનસા જિલ્લામાં કેટલાક બદમાશો દ્વારા સિદ્ધુની હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સિદ્ધુને 19 ગોળીઓ વાગી હતી. તેના મોતને ઘણા દિવસો વીતી ગયા છે અને સોશિયલ મીડિયામાં સિદ્ધુ વિશે જુદી-જુદી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ એક વીડિયો જાહેર કર્યો છે.

સિદ્ધુના પિતાએ આ વીડિયો સિદ્ધુના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે “હું સિદ્ધુ મૂસેવાલાના પિતા છું, તમારે લોકોએ એક-બે કામ કરવું પડશે. સોશિયલ મીડિયા પર જે પ્રકારની વાતો ચાલી રહી છે તે જોઈને મારું હૃદય ખૂબ જ દુઃખી છે. આ બધી વાતો પર વિશ્વાસ ન કરો. મારે ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી. મારા દુઃખના સમયે મને સાથ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાના પિતા અમિત શાહને મળ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢની મુલાકાતે હતા.

આ દરમિયાન તેઓ સિંગરના ઘરે પહોંચ્યા હતા અને પરિવાર સાથે દુઃખ વહેંચ્યું હતુ. ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પણ સિદ્ધૂના પરિવારને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે, તે કેન્દ્ર સરકાર પર સિદ્ધૂની હત્યાની તપાસ માટે દબાણ કરશે. આશા છે કે કેન્દ્ર સરકાર તેની તપાસ કરાવી પીડિત પરિવારને ન્યાય અપાવશે. રાહુલ ગાંધીએ સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ સાથે દુ:ખ વહેચ્યુ અને કહ્યુ કે સિદ્ધૂ મૂસેવાલા કોંગ્રેસની આન અને શાન હતા.

કોંગ્રેસ પાર્ટીને મુસેવાલા પર ગર્વ હતો. આવા યુવા નેતાનું નિધન પાર્ટી માટે સૌથી મોટી ખોટ છે. તેમણે કહ્યું કે મૂસેવાલાએ નાની ઉંમરમાં જ સંગીતની દુનિયામાં મોટું નામ બનાવ્યું હતું. રાહુલ ગાંધીએ પરિવાર સાથે ભાવનાત્મક વાતચીત કરી હતી અને કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. અમે દુઃખી છીએ કે મુસેવાલાએ નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી.

સિદ્ધુની પંજાબના માનસા જિલ્લામાં કેટલાક બદમાશો દ્વારા ઉપરા છાપરી ગોળીઓ વરસાવી હત્યા કરવામાં આવી હતી. 3 જૂને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી હતી અને કહ્યું કે તેને સિદ્ધુ સાથે જૂની દુશ્મની હતી અને તેની ગેંગે સિદ્ધુની હત્યા કરી છે.