ખબર મનોરંજન

સિદ્ધુના અંતિમ સંસ્કાર પછી સિંગરના ડોગનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો, ખાવાનું નથી ખાઇ રહ્યા અને મેઇન ગેટ પર

માણસ જતો રહે છે અને માત્ર તેની યાદો જ રહી જાય છે. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ તેના પરિવાર, મિત્રો અને ચાહકો માટે હજુ પણ દુઃસ્વપ્ન જેવું છે. સિદ્ધુ મુસેવાલા હવે આ દુનિયામાં નથી, જેટલો લોકો સિદ્ધૂની મોત બાદથી દુખી છે તેટલા જ તેના પાલતુ ડોગ શેરા અને બઘીરા પણ દુખી છે. તે બંને નિર્દોષ પ્રાણીઓના હૃદય પણ એ વાત સ્વીકારવા તૈયાર નથી કે તેમના માલિક સિદ્ધુ હવે ક્યારેય ઘરે પરત નહીં ફરે. રવિવારે સાંજે મુસેવાલાના મૃત્યુ બાદથી શેરા અને બઘીરાએ ખાધું નથી. આખો સમય બંને સિદ્ધૂની રાહ જોતા મૂસેવાલાના ફેવરેટ ટ્રેક્ટર 5911 પાસે સૂઈ રહ્યા છે.

બંને પોતાના મનપસંદ ભોજનથી ભરેલા વાસણો જોઈને પણ પીઠ ફેરવી રહ્યા છે. સિદ્ધુ મુસેવાલા તેના બંને પાલતુ ડોગને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે પણ તે ઘરમાં રહેતો ત્યારે બંને તેની સાથે જ રહેતા અને તેની સાથે રમતા. જ્યારે મુસેવાલા ઘરની બહાર જતા ત્યારે શેરા અને બઘીરા તેની રાહ જોતા હતા. હવે બંને જણા દરવાજા તરફ જોતા જ રહ્યા. જ્યારે પણ કોઇ દરવાજો ખખડાવે છે ત્યારે તેમને લાગે છે કે તેમના માલિક સિદ્ધુ પાછા ફર્યા છે. ક્યારેક તેઓ બંને ટેરેસ પર જાય છે અને રસ્તા તરફ જુએ છે, કદાચ એ આસમાં કે સિદ્ધુ ઘરે આવશે.

પરંતુ તેમની આશા દરેક વખતે ઠગારી નીવડે છે. સિદ્ધૂના પાલતૂ ડોગનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે લોકો નિરાશ જોવા મળી રહ્યા છે. ડોગ પાસે સિદ્ધૂનું ફેવરેટ ટ્રેક્ટર પણ છે, જેના પર તેઓ ઘણા સ્ટંટ કરતા હતા. ગામના છોકરાઓ તેને અદ્ભુત સ્ટંટ કરતા જોવા માટે ખૂબ ભેગા થતા હતા, પરંતુ હવે તેને ચલાવવા માટે કોઈ નથી. એટલા માટે તેને ઘરના એક ખૂણામાં રાખવામાં આવ્યુ છે. તેને જોઈને એક ક્ષણ માટે એવું લાગશે કે તે પણ સિદ્ધુના મોતને કારણે રડી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

સિદ્ધુ મૂસેવાલા… પંજાબી ગાયક અને રેપરની જે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તેને પરિવાર ક્યારેય ભૂલી શકશે નહીં. યુવાન પુત્રને ગુમાવવાનું દુઃખ તેમના હૃદયમાં હંમેશા રહેશે. આ એક એવી પીડા છે જે ક્યારેય મટશે નહીં. સિદ્ધુના ઘરમાં શોકનો માહોલ છે. એ ઘર જ્યાં તેની બધી યાદો વસી ગઈ છે. જ્યાં તેણે બાળપણ વિતાવ્યું હતું. જ્યાં તે યુવાન થઈ રહ્યો અને માતા જે પુત્રના લગ્ન કરીને પુત્રવધૂ લાવવાના સપના જોતી હતી. માતા-પિતાની ઈચ્છા પણ અધૂરી રહી.