ખબર મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલાની અંતિમ યાત્રા માટે ઉમટ્યા ચાહકો, ફેવરેટ ટ્રેક્ટર પર નીકળી અંતિમયાત્રા, ફેન્સ જોતા જ રડવા લાગ્યા

મશહૂર પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની અંતિમ સફરમાં હજારો ચાહકોની ભીડ ઉમટી પડી છે. મૂસેવાલાના ચાહકોનું કહેવુ છે કે તેમની હત્યા કરનારાને આકરી સજા મળવી જોઇએ. છેલ્લા સફરમાં હાજર લોકોનું કહેવુ છે કે મૂસેવાલા મોટા દિલના હતા.

તે બધા વ્યક્તિને મળતા. કહેવામાં આવી રહ્યુ છે કે તેમના અંતિમ સંસ્કારમાં એક લાખ લોકો આવ્યા છે. ટ્રેક્ટરમાં તેમને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કાર કોઇ શ્મશાન ઘાટ નહિ પરંતુ પોતાના ખેતરમાં કરવામાં આવશે.

યૂટયૂબ સ્ટાર અને કેનેડિયન કોમેડિયન લિલી સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી સિદ્ધૂ મૂસેવાલાને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે પોસ્ટમાં લખ્યુ- બિલકુલ તોડવાવાળી અને અપસેટ કરવાવાળી ખબર. પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લિજેન્ડને મારી દેવામાં આવ્યા. દીકરાના મોત બાદ સિદ્ધૂના માતા-પિતાની હાલત રડી રડીને ખરાબ છે. તેમના આંસુ થમી રહ્યા નથી. તેમની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેના માતા-પિતા રડતા અને વિખેરાતા જોવા મળી રહ્યા છે. સિદ્ધૂ અફસાના ખાનની ઘણી નજીક હતો.

અફસાના તેને પોતાનો ભાઇ માનતી હતી. મુસેવાલા અફસાનાના લગ્નમાં પણ પહોંચ્યા હતા. સિંગરે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ભાઇ માટે ભાવુક પોસ્ટ લખી છે. સિદ્ધૂની મોત બાદથી પરિવાર અને લોકો તેને ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે. સિદ્ધૂ મૂસેવાલાની અંતિમ યાત્રા શરૂ થઇ ગઇ છે.

માનસાના મૂસા ગામ સ્થિત તેમના ખેતરમાં જ સિંગરને મુખાગ્નિ આપવામાં આવવાની છે. તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી રહી છે. ઘણા પંજાબી ગીતોમા મૂસેવાલાએ આ ટ્રેક્ટરનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે આને મોડીફાઇ કરાવી ઘરમાં રાખ્યુ છે.

સિદ્ધૂ મૂસેવાલાની મોતથી પૂરા પંજાબમાં સન્નાટો છવાયેલો છે. જ્યાં માતા ચરણજીતની રડી રડીને હાલત ખરાબ છે, ત્યાં પિતા ખરાબ રીતે તૂટી ગયા છે. તેમણે મુખ્યમંત્રી ભગવંત માનને ચિઠ્ઠી લખી ન્યાયની ગુહાર લગાવી છે. સિદ્ધૂ મૂસેવાલાની નિર્મમ હત્યાથી બધા સ્તબ્ધ છે. સિદ્ધૂ મૂસેવાલાના મનસા સ્થિત ગામ મૂસામાં એકદમ સન્નાટો પ્રસરાયેલો છે.

ઘર બહાર ભારે ભીડ ઉમટી પડી છે. જે ઘરમાં હસી-ખુશી અને મજાક-મસ્તી થતી રહેતી હતી ત્યાં આજે ગમની ચાદર ફેલાયેલી છે. સિદ્ધૂ મૂસેવાલાએ મૂસામાં પોતાના સપનાનું આશિયાનું બનાવ્યુ હતુ. જેને તેઓ મહેલ કહેતા હતા. તે એક લગ્ઝરી લાઇફ જીવતો હતો. સિદ્ધૂ મૂસેવાલાની લાઇફસ્ટાઇલ એવી હતી કે જોઇને કોઇ પણ લલચાઇ જાય. સિદ્ધુ મુસેવાલાના નિધન બાદ મનોરંજન જગતના ઘણા દિગ્ગજ કલાકારોએ સિદ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપી હતી. સિદ્ધુ મુસેવાલા તેની ગાયકીની સાથે સાથે વિવાદાસ્પદ ગીતોને કારણે હંમેશા ચર્ચામાં રહતો. પોતાના ગીતોને કારણે મૂસેવાલાએ દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી હતી.