ખબર મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલા અંતિમ સફર પર ! પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો અંતિમ દર્શન માટે, ચાહકોની ઉમટી પડી ભીડ

પંજાબી દિગ્ગ્જ સિંગરના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો, 5911 ટ્રેક્ટર પર અંતિમયાત્રા નીકળશે

મશહૂર પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવવાના છે. અંતિમ સંસ્કાર માટે સમય બપોરે 12 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે, ત્યારે હાલ મૂસેવાલાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જણાવી દઇએ કેસ મૂસેવાલાના અંતિમ સંસ્કાર તેમના ખેતરમાં કરવામાં આવવાના છે. મૂસેવાલાની અંતિમ યાત્રા તેના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવવાની છે.સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ મોટી સંખ્યામાં ફેન્સ મૂસા પહોંચી રહ્યા છે. જેને ધ્યાનમાં લઇ કડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બઠિંડા રેન્જના IG પીકે યાદવ અને બઠિંડાના SSP જે. અલેનચેજિયનને માનસાના SSP ગૌરવ તૂરાની સાથે જ રાખવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શબને આખી રાત હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યું હતુ. જે બાદ આજે સવારે તેના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યો હતો. સિદ્ધૂ મૂસેવાલાનું આ દુનિયામાંથી જવુ એ પરિવારે જીંદગીભરનું ગમ આપી ગયુ છે. સિદ્ધૂના આજે અંતિમ સંસ્કાર થવાના છે. આ દુખની ઘડીમાં સિંગરના પરિવારની રડી રડીને હાલત ખરાબ છે.સિદ્ધૂ મૂસેવાલાની પિતાની હ્રદય કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. તસવીરોમાં તે પોતાના દીકરાને યાદ કરી રડી રહ્યા છે. સિંગરના જવા પર પિતાના આંખના આંસુ તો બંધ થવાનું નામ જ લઇ રહ્યા નથી.

સિંગરના પરિવાર પર તો આફત આવી પડી છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જે જોઇને કોઇની પણ આંખમાંથી આંસુ આવી જાય. સિદ્ધૂ માટે તેની માતા તેની દુનિયા હતી. સિદ્ધૂના પેરેન્ટ્સ પોતાના 29 વર્ષના દીકરાને ખોવાનો ઘણો મોટો આઘાત છે. આ નુકશાન આખી જીંદગીમાં કોઇ ભરપાઇ નહિ કરી શકે. સિદ્ધૂ મૂસેવાલાની અંતિમ યાત્રામાં લોકોનું ટોળુ ઉમટી પડ્યુ હતુ. સિદ્ધૂને જતો જોઇ લોકોના આંસુ થમી રહ્યા ન હતા. લોકોનું કહેવુ છે કે સિદ્ધૂ તેમનો આઇડલ હતો.

આંખોમાં આંસુ સાથે પિતા દીકરાને જોતા રહ્યા અને માતા પોતાના દીકરાના માથા પર ચૂમતી જોવા મળી.જણાવી દઇએ કે, 29 વર્ષના પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની દિનદહાડે ગોળીબારમાં મોત થઇ હતી. સિંગર પર 30થી40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. સિદ્ધૂ મૂસેવાલા પર થયેલ હુમલાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરારે લીધી છે. તેની મોતે પૂરા પંજાબને હચમચાવી નાખ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by WARTALAAP (@wartalaap_official)

સિદ્ધૂ મૂસેવાલાને આ ગેંગસ્ટર્સ તરફથી ઘણા સમયથી ધમકીઓ મળી રહી છે. હત્યાના એક દિવસ પહેલા જ સિદ્ધૂની સુરક્ષામાં પંજાબ સરકારે કાપ મૂક્યો હતો. જે બાદ સિદ્ધૂને પોતાના જીવથી હાથ ધોવો પડ્યો. સિદ્ધૂના હસતુ જીવન પર ગોળીઓ ચલાવવામાં આવી. પોતાના જવાન દીકરાની અર્થીને ખભો આપવો એનાથી વધારે દુખ એક પિતા માટે શું હોઇ શકે.

 

View this post on Instagram

 

A post shared by LOFAR 🚭 (@lofarblike)

હાલમાં જ સિદ્ધુ મુસેવાલાના ઘરેથી કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં એક પિતા પુત્રને અંતિમ યાત્રા માટે તૈયાર કરતા જોવા મળે છે. વીડિયોમાં સિંગરના પિતા પોતાના દીકરાને નમ આંખો સાથે જોઇ રહ્યા છે. એક માતા જેણે પોતાના દીકરાને નવ મહિના સુધી પેટમાં રાખ્યો અને તે બાદ આટલો મોટો કર્યો. તે માતાને અત્યારે દીકરાની અર્થી જોવી પડી રહી છે. સિદ્ધૂની માતા-પિતાની સામે આવેલી તસવીરો અને વીડિયો કોઇની પણ આંખમાં આંસુ લાવી દેશે.