ખબર મનોરંજન

વરરાજાની જેમ સજી ધજી ભરી જવાનીમાં થયા સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ સંસ્કાર, છેલ્લી તસવીર જોઇ આંખમાંથી આવી જશે આંસુ

એક મહિના પછી હતા લગ્ન, સંઘરેડીમાં થઇ હતી સગાઇ…માતાએ દુલ્હાની જેમ શણગાર્યો અને પિતાએ સહેરો બાંધી નીકાળી અંતિમયાત્રા

પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના ગઇકાલના રોજ એટલે કે મંગળવારે માનસાના મૂસા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 29 મેના રોજ ચાહકો અને પરિવારના સભ્યો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કોણ જાણતું હતું કે પંજાબનો એક ચમકતો સિતારો ખૂબ જ નાની ઉંમરમાં આ દુનિયામાંથી જતા જતા દરેકની આંખો ભીની કરી દેશે. સિદ્ધુ મુસેવાલાની છેલ્લી હાલ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને ફેન્સના આંસુ રોકાઈ રહ્યા નથી. મુસેવાલાને અંતિમ વિદાય આપવા માટે લોકોના ટોળેટોળા ઉમટ પડ્યા હતા.

મુસેવાલાને અંતિમ વિદાય દરમિયાન દુલ્હાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમને લાલ પાઘડી પહેરાવવામાં આવી હતી અને વરરાજાની જેમ શણગારવામાં આવ્યા હતા. 29 મેના રોજ પંજાબના માનસામાં હુમલાખોરો દ્વારા સિદ્ધુ મુસેવાલાની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુના નિધનથી પંજાબી ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. પંજાબે એક ચમકતો સ્ટાર અને યુવા પ્રતિભા ગુમાવી છે.સિદ્ધુ મુસેવાલાની માતા પોતાના પુત્રના લગ્ન જોવા માંગતી હતી. પરંતુ તેમની આ ઈચ્છા કાયમ માટે અધૂરી રહી.

સિદ્ધૂની અંતિમ યાત્રા ફેવરેટ ટ્રેક્ટર 5911 પર કાઢવામાં આવી હતી. જેમાં યુવાનોએ પંજાબ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સિદ્ધુ મુસેવાલા અમર રહોના નારા પણ લગાવ્યા હતા. સિદ્ધુ મુસેવાલાને અંતિમ સંસ્કાર પહેલા માતાએ દુલ્હાની જેમ શણગાર્યા હતા. પિતા બલકૌર સિંહે પાઘડી બાંધીને પુત્રના ચહેરાને શણગાર્યો હતો. મૂસેવાલાને ટ્રેક્ટર 5911નો શોખ હતો. તેમના ગીતોમાં પણ 5911નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર 5911ને અંતિમ યાત્રામાં ફોટા અને હારથી શણગારવામાં આવ્યું હતું.

આ દરમિયાન બે જિલ્લાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સિદ્ધુને શ્રદ્ધાંજલિ આપવા લોકો હાથમાં તેમનો ફોટો લઈને પહોંચ્યા હતા. તેના ગીતો ઘણી જગ્યાએ વાગતા હતા. સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર તેમના ખેતરમાં કરવામાં આવ્યા હતા. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર સિદ્ધુ મુસેવાલાની સગાઈ સંગરુર જિલ્લાના સાંઘરેડી ગામમાં થઈ હતી. લગ્ન એક મહિના પછી થવાના હતા. પ્રથમ ચૂંટણીમાં ઉભા રહેવાના કારણે આ લગ્ન આગળ ધપાવવામાં આવ્યા હતા. બંને પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા.

આ હત્યાકાંડ પછી બંને પરિવારોની આકાંક્ષાઓ મનમાં જ રહી ગઈ. નાની ઉંમરમાં જ સંગીતની દુનિયાના શિખર પર પોતાનું નામ બનાવનાર સિદ્ધુ મુસેવાલાના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. તેનો પુરાવો તેમની અંતિમ યાત્રામાં જોવા મળ્યો. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, કેનેડા, ઈંગ્લેન્ડ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, સિદ્ધુ મૂસેવાલાના ગીતો યુવાનોમાં ખૂબ પ્રખ્યાત હતા. જોકે તેના ગીતો પર ઘણો વિવાદ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

સિદ્ધુ મુસેવાલા પર તેના ગીતો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બંદૂકની હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો.સિદ્ધુ મુસેવાલાને તેની કારકિર્દીમાં ઘણી ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સિદ્ધુ મુસેવાલાએ નફરત કરનારાઓની ચિંતા કર્યા વિના હંમેશા દિલની વાત સાંભળી. સિદ્ધુ મુસેવાલાના નિધન બાદ ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.