ખબર મનોરંજન

તાબડતોડ ફાયરિંગ બાદ પણ સિદ્ધૂ મૂસેવાલાના ચાલી રહ્યા હતા શ્વાસ, ઘટનાસ્થળે જેણે લાઈવ જોયું તેને કર્યો ધડાકો

AN 94, રૂસી અસાલ્ટ રાઇફલ (Russian Assault Rifle) કહેવામાં આવે છે કે આ રાઇફલની ક્ષમતા 1 મિનિટમાં 1800 રાઉન્ડ ગોળીઓ ચલાવવાની છે. આ રાઇફલથી જ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા થઇ છે. આ ખુલાસો થતા જ એજન્સીઓના હાથ પગ ફૂલી ગયા હતા. આવું એટલા માટે કારણ કે પંજાબના ગેંગવોરમાં AN-94નો ઉપયોગ પહેલીવાર જોવા મળ્યો છે. આજતક સાથે જોડાયેલ અરવિંદ ઓઝા અને તનસીમ હૈદરની રીપોર્ટ અનુસાર ઘટનાસ્થળેથી ત્રણ ગોળીઓ મળી છે, જે AN-94 રાઇફલની બતાવવામાં આવી રહી છે.

એ પણ જાણકારી સામે આવી છે કે આ હુમલામાં આઠથી દસ હુમલાવર સામેલ હતા જેની પાસે AN-94 ઉપરાંત પણ ઘણા હથિયાર છે. પંજાબના મનસા જિલ્લાના રહેવાસી મેસી ઘટનાસ્થળના બિલકુલ નજીક હતા. પૂરી ઘટના તેમણે તેમની આંખે જોઇ અને હુમલાવર ચાલ્યા ગયા બાદ તેમણે સિદ્ધુને ગાડીથી બહાર નીકાળ્યો. મેસીએ આજતકને તેમણે જે પણ જોયુ તે જણાવ્યુ. તેમણે કહ્યુ- હું સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યો, મૂસેવાલા સાથે બે વધુ લોકો ગાડીમાં હતા. મેં જોયુ કે સિદ્ધૂને ગોળીઓ વાગી છે. પરંતુ ત્યાં સુધી તેના શ્વાસ ચાલી રહ્યા હતા.

મેં સિદ્ધુને બહાર નીકાળ્યો અને બીજી ગાડીમાં ગાડીમાં બેસાડી પછી હોસ્પિટલ મોકલ્યો. સિદ્ધૂની કાર પર 35-40 રાઉન્ડ ફાયરિંગ થયુ હતુ.પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું કે કારમાં બેઠેલા અન્ય બે લોકોને પણ ગોળી વાગી હતી.સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે પંજાબના ડીજીપી વીકે ભાવરાએ જણાવ્યું કે જ્યારે સિદ્ધુ પોતાના ઘરની બહાર નીકળ્યો ત્યારે તેની પાછળ રસ્તામાં 2 કાર જોવા મળી હતી. જે બાદ કાર પર ફાયરિંગ કર્યું. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ભાવરાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં આ પરસ્પર દુશ્મનાવટનો મામલો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાની જવાબદારી કેનેડામાં રહેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. ડીજીપીએ મીડિયાને એમ પણ કહ્યું કે સ્થળ પરથી મળી આવેલા કારતુસ પરથી અંદાજ છે કે હત્યામાં 3 અલગ-અલગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.મુસેવાલાની સુરક્ષા હટાવતા ડીજીપી વીકે ભાવરાએ કહ્યું કે પંજાબ પોલીસના 4 કમાન્ડો તેમની સાથે રહેતા હતા.

જેમાંથી 2 કમાન્ડોને રાજ્યમાં ચાલી રહેલા ઘલ્લુઘરાના કારણે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. સિદ્ધુએ તેમને આપવામાં આવેલા બે કમાન્ડોને પણ જોડે લીધા ન હતા અને બુલેટ પ્રુફ કાર પણ લીધી ન હતી. ડીજીપીના જણાવ્યા અનુસાર, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.