હોસ્પિટલમાં ના હતી જગ્યા, તો જિલ્લા કલેકટર 70 બીમાર બાળકોને તેના ઘરે લઇ ગયા- આજની જોરદાર સ્ટોરી….

0
Advertisement

મધ્યપ્રદેશના સીધી જિલ્લાના કલેકટર અભિષેક સિંહ બુધવારે જિલ્લા હોસ્પિટલમાં મુલાકાત લેવા ગયા હતા. બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે 500થી એનેમિક બાળકોને લઈને તેના પરિવારજનો પહોંચ્યા હતા. પરંતુ તેમાંથી ફક્ત 400 જ બાળકોને નર્સીંગ હોમ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તો 100 બાળકોના ઈલાજ માટે બેડ મળ્યા ના હતા. તે દરમિયાન ઘણા બાળકોની તબિયત બગડવા લાગી હતી. જેની જાણકારી કલેકટર અભિષેકસિંઘને આપવામાં આવી હતી.

કલેક્ટરને ખબર પડતા જ તેઓ તુરંત હોસ્પિટલ દોડી જય બધા બાળકોને તેના બંગલામાં મોકલી દીઢસ હતા. તો સાથે પરિવારજનો માટે પણ ખાવા-પીવાની રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. હોસ્પિટલના પ્રબંધકે કલેક્ટરને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની કમી છે. જે બાદ કલેકટરે તુરંત જ રિવાથી 6 ટેક્નિશિયનને બોલાવી લીધા હતા.

બુધવારે લગબભગ 530 બાળકોને સ્વાસ્થકર્મીઓ દ્વારા હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. સીધી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લા હોસ્પિટલ સહીત 200થી વધુ બાળકોને જિલ્લાની પ્રાઇવેટ હોસ્પિટલમાં અને માણસભવનમાં દાખલ કરવામાં આવ્યા છે.


વધુમાં અભિષેકે જણાવ્યું હતું કે, જેમાંથી સૌથી વધુ બીમાર એવા 70 બાળોકોને હું મારા ઘરે લઇ આવ્યો છે. મારા ઘર બાળકો રમે છે તે મને સારું લાગે છે. અને હું તેની કંપની એન્જોય કરું છું.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here