સિદ્ધાર્થ શુક્લાનો સોનિયા રાઠી સાથે ઇંટિમેટ કિસિંગ સીન વાયરલ, ચાહકો બોલ્યા- સ્ક્રીન ફાડી દેશે !

સિદ્ધાર્થ શુક્લાએ આ હસીનાના હોઠ પર હોંઠ ચડાવીને એવા સીન્સ આપ્યા કે ઉફ્ફ…જુઓ વાયરલ સીન

સિદ્ધાર્થ શુક્લા ગુરુવારે ટ્વિટર પર સવારથી ટ્રેન્ડ થઇ રહ્યા છે. ચાહકો જયાં એક તરફ તેમની પ્રશંસાના ગુણગાન ગાઇ રહ્યા છે, ત્યાં શહનાઝ ગિલના કેટલાક ચાહકોને તેમનું ટ્રેન્ડ થવું સારુ લાગ્યુ નથી. “બિગબોસ 13″ના વિનર સિદ્ધાર્થ શુક્લાની ચર્ચાનું કારણ તેમનો ઇંટીમેટ કિસિંગ સીન છે.

તમને જણાવી દઇએ કે, અભિનેતા તેમની વેબ સીરિઝને લઇને ઘણા ચર્ચામાં છે. ત્યાં સિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાઠીનો એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે તેમની કો-સ્ટાર સાથે રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે.

“બ્રોકન બટ બ્યુટીફુલ 3″ની આ સીઝનને પણ એકતા કપૂરે પ્રોડયુસ કરી છે. આ સીરિઝમાં સિદ્ધાર્થ શુક્લાના ચાહકોની ખુશી સાતમા આસમાન પર પહોંચી ગઇ છે. આ શોનું ટાઇટલ ટ્રેક પણ રીલિઝ કરવામાં આવ્યુ છે.

હવે ચાહકો વચ્ચે સિદ્ધાર્થ શુક્લા અને સોનિયાના ઇંટીમેટ કિસિંગ સીનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ કિસિંગ વીડિયોમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જામી રહી છે. વીડિયો જોઇ ચાહકો અભિનેતાના એકવાર ફરી દીવાના થઇ ગયા છે.

ચાહકો સિદ્ધાર્થની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, મને તારા પર ગર્વ છે સિદ્ધાર્થ શુકલા. તમને જણાવી દઇએ કે, “બ્રોકન બટ બ્યુટીફુલ 3” જલ્દી જ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થવાની છે. આ સીરિઝના પહેલા અને બીજા સિઝનમાં વિક્રાંત મેસી લીડ રોલમાં હતા.

આ સીરિઝને લઇને ચાહકોનું જબરદસ્ત રિએક્શન સામે આવી રહ્યુ છે. ત્યાં કમેન્ટ્સમાં ચાહકો બંનેની કેમેસ્ટ્રીની પણ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સોનિયા 25 વર્ષિય ભારતીય મૂળની અમેરિકન અભિનેત્રી અને ડાંસર છે. તઆ સીરિઝથી તેણે એન્ટરટેઇનમેન્ટ ઇંડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. તે પહેલા પ્રોડકશન ડિઝાઇનર તરીકે કામ કરી ચૂકી છે.

Shah Jina