મૃત્યુના માત્ર 6 દિવસ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કર્યું હતું આ નેક કામ, જાણીને દિલથી સલામ કરશો

ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ 13ના વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનુ અચાનક જ નિધન થઇ ગયુ અને તેઓએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું નિધન હાર્ટ એટેકથી થયુ છે. તેમણે ઘણી નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધુ. સિદ્ધાર્થની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી હતી. આ દિવસોમાં તે તેમના કરિયરના પીક પર હતા.

તેમણે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમને “બાલિકા વધુ”થી ઘર ઘરમાં ઓળખ મળી હતી અને તેઓ પ્રસિદ્ધ થઇ ગયા હતા. સિદ્ધાર્થ શુક્લાએ નિધનના 6 દિવસ પહેલા માણસોના જીવનને લઇને વાત કરી હતી. તેમણે એક સારુ કામ કર્યુ હતુ. 27 ઓગસ્ટના રોજ એક વ્યક્તિએ સિદ્ધાર્થને ટેગ કરી જણાવ્યુ હતુ કે, સિદ્ધાર્થ સ્ટ્રીટ ડોગ માટે એક કૈંપેનને સપોર્ટ કરી રહ્યા છે અને પ્રાણીઓના ખાવાનો ઇંતઝામ પણ કરતા હતા.

એ વ્યક્તિએ અભિનેતાનો આભાર માન્યો હતો.  સિદ્ધાર્થે આ વ્યક્તિને જવાબ પણ આપ્યો હતો અને લખ્યુ હતુ કે, એક એવી દુનિયામાં જાયં માનવ જીવન એટલુ સસ્તુ થઇ ગયુ છે.. આ જોવુ સુખદ છે. સ્ટ્રીટ ડોગ્સ માટે દયા ભાવ રાખો. જાણાવી દઇએ કે, સિદ્ધાર્થ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહેતા હતા.

12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇમાં જન્મેલા સિદ્ધાર્થે પોતાના કરિયની શરૂઆત મોડલિંગથી કરી હતી. સિદ્ધાર્થ શુક્લાને ટીવી શો બાલિકા વધુથી પોપ્યુલારિટી મળી હતી. તે બાદ તેમણે કયારેય પાછળ વળીને જોયુ નથી. તે દિલ સે દિલ તક ધારાવાહિકમાં પણ જોવા મળ્યા હતા. બોલિવુડમાં તેમણે હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યા હતા. તેમણે સાવધાન ઇંડિયા અને ઇંડિયાઝ ગોટ ટેલેન્ટ શોને પણ હોસ્ટ કર્યો છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇના હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે મોડલિંગના દિવસોમાં જ તેમના પિતાને ગુમાવ્યા હતા.

સિદ્ધાર્થે વર્ષ 2004માં ટીવીથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં તે બાબુલ કા આંગન છૂટે ના નામથી ટીવી ધારાવાહિકથી ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તેમને ઓળખ બાલિકા વધુથી મળી હતી. તેમને આ શોથી ઘરે ઘરે ઓળખ મળી હતી.

Shah Jina