સિદ્ધાર્થ શુક્લાની પહેલી પુણ્યતિથિ: એકના એક દીકરાની આત્માની શાંતિ માટે માતાએ રાખી પ્રેયર મીટ, દીકરીઓ સાથે બ્રહ્માકુમારીઓની શરણમાં રીટા શુક્લા

વર્ષ 2021માં આ દિવસે એટલે કે 2 સપ્ટેમ્બરની સવાર ખરાબ સમાચાર લઈને આવી હતી. ‘બિગ બોસ 13’ના વિનર અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ આ દિવસે જ દુનિયામાંથી અલવિદા કહી દીધુ હતુ. વર્ષ વીતી ગયું અને કેલેન્ડર પણ બદલાઇ ગયું, પરંતુ 2 સપ્ટેમ્બર, 2021નો દિવસ એક એવી પીડા આપી ગયો જે ભાગ્યે જ શમી શકે. સિદ્ધાર્થ શુક્લાએ માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતુ. તેમના નિધનથી પરિવાર અને ચાહકોને એવો આઘાત લાગ્યો હતો કે જેમાંથી લોકો આજે પણ બહાર આવી શક્યા નથી.

સિદ્ધાર્થ શુક્લાની પ્રથમ પુણ્યતિથિ પર તેમના ચાહકો અને નજીકના લોકો તેમને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે. કેટલાક તેમના નામે દીપ પ્રગટાવી રહ્યા છે તો કેટલાક તેમના નામે દાન કરી રહ્યા છે. ત્યાં પુત્રની પ્રથમ વરસી પર શુક્લા પરિવાર બ્રહ્માકુમારી આશ્રમ પહોંચ્યો હતો. અહીં તેમણે પુત્રના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. પ્રાર્થના સભામાં સિદ્ધાર્થની માતા રીટા શુક્લા, બંને બહેનો પ્રીતિ અને નીતુ તેમના પતિ અને અભિનેતાના ડ્રાઈવર અને મિત્ર આદિથ અગ્રવાલ સાથે હાજર રહ્યા હતા.

આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા જન્માષ્ટમીના અવસરે રીટા માએ બ્રહ્મા કુમારીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે બ્રહ્માકુમારીના સભ્યો, બાળકો અને પરિવારો સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ઘણીવાર તેની માતા સાથે અથવા એકલા બ્રહ્માકુમારી પાસે જતા હતા. પરંતુ તેમના ગયા પછી શહનાઝ ગિલે આ પરંપરા જાળવી રાખી અને તે સંસ્થામાં જોડાઈ ગઈ. તે ઘણીવાર ત્યાં પોતાનો સમય પસાર કરતી જોવા મળે છે.

સિદ્ધાર્થ શુક્લા તેની માતાની સૌથી નજીક હતા અને તે હંમેશા તેમની વાતચીતનો ભાગ રહેતી હતી. તેમનું બોન્ડિંગ બિગ બોસ 13 દરમિયાન જોવા મળ્યું હતું જ્યારે તે સિદ્ધાર્થને મળવા આવ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું પરંતુ ‘બિગ બોસ 13’થી તેને મળેલી લોકપ્રિયતા પછી તેણે લાખો લોકોને દિવાના બનાવી દીધા. એટલા માટે જ્યારથી તેણે આ દુનિયા છોડી છે ત્યારથી તમામ ચાહકો દરેક ક્ષણે તેની યાદમાં ડૂબેલા છે.

સિદ્ધાર્થ શુક્લાએ વર્ષ 2008માં બાબુલ કા આંગન છૂટે ના સાથે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે યે અજનબી, લવ યુ ઝિંદગી, બાલિકા વધૂ જેવા પ્રખ્યાત ટીવી શો કર્યા. તેણે મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. ‘બિગ બોસ 13’માં લોકોને તેની અલગ બાજુ જોવા મળી, ત્યારબાદ તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી ગઈ.

Shah Jina