મનોરંજન

અંતિમ સફર પર સિદ્ધાર્થ: બ્રહ્મકુમારી રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર શરૂ, શ્મશાન ઘાટ શહનાઝ ગિલ ભાંગી પડી

અભિનયની દુનિયાના જાણીતા કલાકાર અને “બિગબોસ 13” વિનર સિદ્ધાર્થ શુુક્લાનુ કાલે નિધન થઇ ગયુ હતુ. આજે તેમના અંતિમ સંસ્કાર ઓશિવિરા શ્મશાન ઘાટમાં કરવામાં આવી રહ્યા છે. અહીં તેમના પરિવારના લોકો સહિત સેલેબ્સ પણ તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે.

આ દરમિયાન તેમની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે અભિનેત્રી શહેનાઝ ગિલ પણ પહોંચી હતી. આ દરમિયાન શહેનાઝ ઘણી જ ઉદાસ અને ભાવુુક જોવા મળી. બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલ લોકો તેમના રીતિ-રિવાજ સાથે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરશે. માનવામાં આવી રહ્યુ છે કે, સિદ્ધાર્થ શુક્લાની મોતને લઇને પોલિસ પણ તેમનું નિવેદન જારી કરી શકે છે.

સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ શરીરના પોસ્ટમોર્ટમમાં નિષ્કર્ષને લઇને પોલિસ કોઇ ઉતાવળ કરી રહી નથી. મુંબઇ પોલિસ ફોરેન્સિક રીપોર્ટ, કેમિકલ એનાલિસિસ બાદ નિષ્કરિસ પર પહોંચશે.જાણકારી અનુસાર વિસરા સેંપલને કલીના ફોરેન્સિક લેબ તપાસ માટે મોકલવામાં આવશે. સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી પરિવાર સહિત ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. ચાહકોને પણ સિદ્ધાર્થના નિધનથી ઝાટકો લાગ્યો છે.

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં કેંદ્રીય મંત્રી રામ દાસ અઠાવલે પણ પહોંચ્યા છે. હાલ તો શ્મશાન ઘાટમાં શાંતિ પાઠ કરવામાં આવી રહ્યો છે. તે બાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર માટે તેમની માતા અને તેમની બહેન પણ પહોંચ્યા છે.

માતાની હાલત તેમની સામે આવેલી તસવીરમાં જોઇ શકાય છે, તેમની આંખો નમ છે. સિદ્ધાર્થની માતા અને શહેનાઝની હાલત રડી રડીને ખરાબ છે. હાલ તો સિદ્ધાર્થને અલવિદા કહેવા માટે લોકો આવી રહ્યા છે. ટીવી સેલેબ્સ પણ સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા માટે આવી રહ્યા છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં લિમિટેડ લોકો જ સામેલ થઇ શકે છે.

લોકોના નામની લિસ્ટ બનાવવામાં આવી છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં નજીકના લોકો સામેલ થશે. સિદ્ધાર્થના અંતિમ દર્શન કરી કેટલાક લોકો પાછા જઇ રહ્યા છે કારણ કે શ્મશાન ઘાટમાં ભીડ લગાવવાની મનાઇ છે. માનવામાં આવી રહ્યુ છે કે, સિદ્ધાર્થની અંતિમ ક્રિયામાં મોડુ થઇ શકે છે કારણ કે તેમનો પરિવાર કોઇની રાહ જોઇ રહ્યો છે.

કોઇ રીતે પૈનિક ક્રિએટ ના થાય તે માટે મુંબઇ પોલિસ બંદોબસ્ત કરી રહી છે. ગુરમીત ચૌધરી સહિત વિકાસ ગુપ્તા, રાહુલ મહાજન, દિવ્યાંકા ત્રિપાઠી દહિયા ઉપરાંત ઘણા સેલેબ્સ સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે આવ્યા છે હજી પણ લોકો સતત આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો શ્મશાન ઘાટ બહાર પણ હાજર છે. શ્મશાન ઘાટ અંદર પરિવાર સહિત નજીકના મિત્રો સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)