4 નંબર વિશે જાણીને ધ્રાસ્કો લાગશે..
બાલિકા વધુ, દિલ સે દિલ તક, હમ્પટી શર્મા કી દુલ્હનિયા જેવા અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સિદ્ધાર્થ શુક્લા બ્રોકન બટ બ્યુટીફુલ 3 સીરીઝમાં પણ નજર આવી ચૂક્યા છે. સિદ્ધાર્થ શુક્લાએ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ. સિદ્ધાર્થના નિધનથી ચાહકો સાથે સાથે પરિવાર અને મિત્રોને પણ આઘાત લાગ્યો છે. બિગબોસ 13 બાદથી સિદ્ધાર્થનું નામ પંજાબી અભિનેત્રી શહેનાઝ ગિલ સાથે જોડાઇ રહ્યુ હતુ. શહેનાઝ ગિલ પહેલા પણ સિદ્ધાર્થનું નામ કેટલીક અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂક્યુ છે.
1.તનીષા મુખર્જી : બોલિવુડ અભિનેત્રી કાજોલની બહેન તનીષા મુખર્જીનું નામ પણ સિદ્ધાર્થ સાથે જોડાઇ ચૂક્યુ છે. બંનેને ઘણીવાર સાથે સમય વીતાવતા સ્પોટ કરવામાં આવ્યા છે. જો કે તેમના અફેરની ખબરો થવા લાગી હતી પરંતુ બંનેએ કયારેય આ પર રિએક્શન આપ્યુ નથી.
2.શેફાલી જરીવાલા : કાંટા લગા ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાએ પણ બિગબોસ-13માં ભાગ લીધો હતો. શો દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તે સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનમાં રહી ચૂકી છે. બંનેનો સંબંધ લગભગ ડોઢ વર્ષ ચાલ્યો હતો, જો કે અનબનને કારણે બંને અલગ થઇ ગયા. શેફાલીએ અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા છે.
3.દ્રષ્ટિ ધામી : મધુબાલા, દિલ મિલ ગયે જેવા શોમાં જોવા મળેલી અભિનેત્રી દ્રષ્ટિ ધામીનું નામ પણ સિદ્ધાર્થ સાથે જોડાઇ ચૂક્યુ છે. સિદ્ધાર્થ અને દ્રષ્ટિએ વર્ષ 2013માં ઝલક દિખલા જા-6માં ભાગ લીધો હતો. ત્યાં બંનેની નજીકતા વધી હતી જો કે આ રિલેશન વધારે ચાલી શક્યુ નહિ.
4.રશ્મિ દેસાઇ : વર્ષ 2017માં રીલિઝ થયેલ શો “દિલ સે દિલ તક”માં સિદ્ધાર્થ શુક્લા રશ્મિ દેસાઇના ઓનસ્ક્રીન પતિ બનીને આવ્યા હતા અને આ દરમિયાન ખબર સામે આવી હતી કે બંને અસલ જીવનમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યા છે, જો કે કપલે હંમેશા તેમના રિલેશન પર ચુપ્પી સાધી રાખી હતી. બંને રિયાલિટી શો બિગબોસ 13માં જોવા મળ્યા હતા.
5.શિલ્પા શિંદે : ભાભીજી ઘર પર હેમાં અંગુરી ભાભીનું પાત્ર નિભાવી ચૂકેલી શિલ્પા શિંદે પણ સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનમાં રહી ચૂકી છે. કેટલાક સમય પહેલા શિલ્પાએ તેની અને સિદ્ધાર્થની વાતચીતની એક રેકોર્ડિંગ પણ શેર કરી હતી, જેમાં અભિનેતા ઘણી અપમાનજનક વાત કરી રહ્યા હતા, શિલ્પાએ દાવો કર્યો હતો કે ઘણીવાર સિદ્ધાર્થ તેના પર હાથ ઉઠાવતો હતો.
6.પવિત્રા પુનિયા : આ દિવસોમાં એજાઝ ખાનને ડેટ કરી રહેલી પવિત્રા પુનિયાનું નામ પણ સિદ્ધાર્થ શુક્લા સાથે જોડાઇ ચૂક્યુ છે. પવિત્રા અને સિદ્ધાર્થે વર્ષ 2011ના શો લવ યૂ ઝિંદગીમાં સાથે કામ કર્યુ હતુુ. જયાંથી બંનેના અફેરની ખબરો ઉડી હતી.
7.આકાંક્ષા પુરી : આકાંક્ષા પુરી સાથે પણ સિદ્ધાર્થનું નામ જોડાઇ ચૂક્યુ છે. શો દરમિયાન સિદ્ધાર્થ અને પારસ સારા મિત્રો હતા, તે સમયે તે આકાંક્ષાના બોયફ્રેન્ડ હતા. શો દરમિયાન બંનેના અફેરની ખબરો ઉડી હતી કે સિદ્ધાર્થ અને આકાંક્ષા રિલેશનમાં રહી ચૂક્યા છે. તેનાથી સિદ્ધાર્થ અને પારસ વચ્ચે અનબન શરૂ થઇ ગઇ હતી.
8.સ્મિતા બંસલ : સિદ્ધાર્થ શુક્લાનું નામ તેના શો બાલિકા વધુની અભિનેત્રી સ્મિતા બંસલ સાથે પણ જોડાયુ હતુ. બંનેના અફેરની ખબરો ત્યારે ઉડી હતી જયારે દુબઇથી તેમની કેટલીક તસવીરો સામે આવી હતી. જો કે કપલે અફેરની ખબરોનું ખંડન કર્યુ હતુ.