કિયારા-સિદ્ધાર્થની સંગીત સેરેમનીની તસવીરો લીક, જુહી ચાવલા ગુજરાતી પતિને લઈને આવી, જુઓ વીડિયો

બોલિવૂડના લવબર્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્ન જેસલમેરમાં થઈ રહ્યા છે. આ માટે સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન પહેલા સૂર્યગઢ પેલેસને મહેંદી અને સંગીત નાઈટ માટે ગુલાબી રંગથી સજાવવામાં આવ્યુ હતુ.

જેની ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં મહેલની સુંદરતા જોતા જ બની રહી છે. આ સાથે જ આ તસવીરો એ વાતની સાક્ષી આપી રહી છે કે આ કપલના લગ્ન ખૂબ જ શાહી અંદાજમાં થઇ રહ્યા છે. જણાવી દઈએ કે આ સ્ટાર કપલના લગ્ન માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ સૂર્યગઢ પેલેસ પહોંચી ગયા છે.

મ્યુઝિક નાઈટમાં ખૂબ જ ધમાલ મચાવ્યા બાદ આજે કિયારા-સિદ્ધાર્થ લગ્નના બંધનમાં બંધાશે. આ શાહી લગ્નને ધ્યાને લઇને સૂર્યગઢ પેલેસમાં ખૂબ જ ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી છે. બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર તેની પત્ની સાથે અને ઈશા અંબાણી તેના પતિ સાથે કિયારાના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે.

આ ઉપરાંત આકાશ અંબાણી અને કરણ જોહર તેમજ મનીષ મલ્હોત્રા પણ પહોંચ્યા છે. કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં જે મહેમાનો સામેલ થયા છે, તેમાં અભિનેત્રી જુહી ચાવલાનું નામ પણ જોડાઈ ગયું છે. આ લગ્નમાં અભિનેત્રી જુહી ચાવલા તેના પતિ જય મહેતા સાથે પહોંચી છે. જેની તસવીરો જેસલમેર એરપોર્ટ પરથી બહાર આવી હતી.

આ ઉપરાંત અભિનેત્રી જુહીએ ઇન્સ્ટા સ્ટોરી પર ફ્લાઇટની તસવીર શેર કરવાની સાથે #sidkiara પણ લખ્યુ હતુ. આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ કિયારા અને સિદ્ધાર્થ સૂર્યગઢ પેલેસની બાવડીમાં સાત જન્મોના બંધનમાં બંધાશે. ગઇકાલના રોજ કિયારા સિદ્ધાર્થની સંગીત સેરેમની થઇ હતી.

જો કે, ક્યાંયથી પણ ફોટો લીક ન થાય તે ધ્યાનમાં રાખીને સૂર્યગઢ પેલેસના ગેટને આગળની બાજુથી કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો, કિયારા અને સિદ્ધાર્થે વિક્કી કૌશલ અને કેટરિના કૈફની જેમ નો ફોન પોલિસી અપનાવી છે,

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જેનો અર્થ છે કે ન તો કોઈપણ મહેમાનને ફોન પોતાની સાથે રાખવાની મંજૂરી આપવામાં આવશે અને ન તો કોઈ ફોટો ક્લિક કરીને તેને સોશિયલ મીડિયા પર અપડેટ કરી શકશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina