હેલ્થ

શું તમે પણ તાવ અને માથા માટે પેરાસીટેમોલનો ઉપયોગ કરો છો? તો ચેતી જજો, આ 5 સાઈડ ઇફેક્ટ છે તેની

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે ત્યારે આવા સમય સામાન્ય બીમારી માટે પણ દવાખાને જવું લોકો હિતાવહ નથી સમજતા, જેના કારણે ઘરમાં જ પડેલી દવાનો ઉપયોગ કરીને આપણે બીમારીને દૂર કરતા હોય છે. ભારતના મોટાભાગના ઘરમાં એક દવા હંમેશા રહે છે અને એ છે પેરાસીટેમોલ, આપણે સામાન્ય માથું દુખે કે તાવ આવે તો પણ પેરાસીટેમોલ લઈએ છીએ, જેનાથી આપણને રાહત પણ થાય છે, પરંતુ આ દવાની ઘણી સાઈડ ઇફેક્ટ પણ છે જે ઘણા જ ઓછા લોકો જાણે છે. વધારે પડતી પેરાસીટેમોલ અથવા તો વધારે તેનો ડોઝ લેવાના કારણે મોટા નુકશાન થઇ શકે છે. આજે તમને એની સાઈડ ઇફેક્ટ વિશે જણાવીશું.

Image Source

પેટમાં લોહી પડવાનો ખતરો:
જો તમે પેરાસીટેમોલનો હાઈ ડોઝ એટલે કે રોજના 2000 એમજીથી વધારે લો છો તો તેમારા પેટ માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. જેનાથી પેટની સમસ્યાઓ શરૂ થઇ જાય છે. જેમાં પેટમાં લોહી પડવું મુખ્ય છે. જેના કારણે પેરાસીટેમોલ લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી.

કીડીની માટે પણ છે નુકશાન કારક:
એક જ દિવસમાં વધારે પડતી પેરાસીટેમોલનુ સેવન તમારા શરીર માટે હાનિકારક છે અને તેમાં પણ રોજ તમે તેનું સેવન કરો છો તો તે ખતરનાક સાબિત થઇ શકે છે. આખા વર્ષ દરમિયાન 300 ગ્રામ પેરાસીટેમોલ એટલે કે રોજની એક ગોળી પણ તમારી કિડની ઉપર અસર કરી શકે છે. બ્રિટિશ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર લોકો પીઠ દર્દમાં રાહત મેળવવા પેરાસીટેમોલનો ઉપયોગ કરે છે પરંતુ તેની કિડની ઉપર ખરાબ અસર પડી શકે છે.

Image Source

બાળકો માટે પણ છે ખતરારૂપ:
વર્ષ 2008માં થયેલા એક રિસર્ચ પ્રમાણે નાની ઉપરના બાળકો એટલે કે 6-7વર્ષની ઉમંરમાં બાળકોને પેરાસીટેમોલ આપવાથી તેમના શરીરમાં અસ્થમાના લક્ષણોમાં વધારો થઇ શકે છે.  વિશ્વ સ્વસ્થ્ય સંગઠનનું પણ કહેવું છે કે બાળકોને 101.3 જેટલો તાવ હોય ત્યારે જ તેમને પેરાસીટેમોલ આપવી જોઈએ.

ગર્ભવતી મહિલાઓ માટે પણ છે:
જો કોઈ મહિલા ગર્ભવતી હોય અને એ દરમિયાન તે કોઈ બીમારી કે દુઃખાવા દરમિયાન પેરાસીટેમોલનુ સેવન કરે છે તો તે તેના ગર્ભમાં રહેલા બાળક માટે ખુબ જ નુકશાન કારક છે. પેરાસીટેમોલનાં સતત ઉપયોગથી બાળકના વિકાસમાં અવરોધ આવી શકે છે. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાએ ડોકટરની સલાહ વગર ક્યારેય પેરાસીટેમોલનો ઉપયોગ ના કરવો જોઈએ.

Image Source

લીવર પણ ડેમેજ થવાનો રહે છે ખતરો:
જો કોપી વ્યક્તિ લીવર કે પોલિયોથી જોડાયેલી કોઈ બીમારીથી પીડિત હોય તો તેમને પેરાસીટેમોલ ના લેવી જોઈએ, અને જો કોઈ કારણોસર લેવાની થાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, પેરાસીટેમોલનાં ખોટા ઉપયોગથી લેવાર પણ ડેમેજ થઇ શકે છે અને ઘણા  કિસ્સાઓમાં લીવર ફેલ થવાનો પણ ચાન્સ રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.