સાવધાન! શું તમે પણ કરો છો ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

વગર વિચાર્યે ગર્ભ નિરોધકનો ઉપયોગ કરતા લોકો ચેતી જજો, ગર્ભ નિરોધકનો ઉપયોગ તમને માતા-પિતા બનતા રોકી શકે છે.

વર્તમાન સમયમાં દંપત્તિઓ પરિવાર નિયોજન માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે. લગ્ન બાદ દરેક દંપત્તિ બે કે પાંચ વર્ષ બાદ બાળકની ઈચ્છા રાખતા હોય છે તેથી ગર્ભ નિરોધકનો ઉપયોગ વધી ગયો છે. જો કે હવે તેને લઈને એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગર્ભ નિરોધકના વધુ ઉપયોગથી દેશમાં પહેલીવાક ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે TFRમાં આવેલો ઘટાડો રિપ્લેસમેન્ટના સ્તરથી પણ નીચે આવી ગયો છે. જે ચિંતાનો વિષય છે. ગર્ભ નિરોધક ગોળીના વધુ પ્રમાણમાં ઉપયોગથી ફર્ટિલિટી પાવર પણ ઘટે છે.

પ્રતિકાત્મક તસવીર

એક રિપોર્ટ પ્રમાણે 2015-16 બાદ ફેમિલી પ્લાનિંગ માટે ગર્ભ નિરોધકના આધુનિક રસ્તાઓ અપનાવવામાં 8.7 ટકાનો વધારો થયો છે. જેના કારણે ભારતના વસ્તી વધારાનો રેટ ધીમો થયો છે. હવે આ રિપોર્ટ બાદ બર્થ કંટ્રોલ અને ઈનફર્ટિલિટી વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા શરૂ થઈ છે.

પ્રતિકાત્મક તસવીર

આ અંગે WHOનું માનવુ છે કે ઈનફર્ટિલિટી પુરુષ કે સ્ત્રી પ્રજનન પ્રણાલીનો એક વિકાર છે, જેને 12 મહિના કે તેનાથી વધુ સમય સુધી ઈન્ટરકોર્સ કર્યા બાદ ગર્ભધારણ કરવામાં અસમર્થતાના રૂપમાં જોવાય છે. વિશ્વમાં લાખો લોકો આ સમસ્યાથી પરેશાન છે. જેના માટે ઘણા કારણો જવાબદાર છે જેમ કે, ટ્યુબલ ડિસઓર્ડર, ગર્ભાશયની વિકૃતિઓ, જન્મજાત વિકૃતિઓ, અંડાશયના રોગ અને હોર્મોનલ અસંતુલન. આ ઉપરાંત સંભવતઃ આનુવંશિક સ્થિતિને પણ અન્ય કારણ તરીકે જોવામા આવી રહ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

ભારતનાં કુટુમ્બ નિયોજન માટે સૌથી વધુ કોન્ડોમ, ગોળીઓ,કોપર-ટી, ગર્ભનિરોધક ઈન્જેક્શન અને ઈન્ટ્રોટરિન ઉપકરણનો ઉપયોગ થયા છે. જો કે ગર્ભધારણ કરવાના સમયે તમારે આ વસ્તુઓનો ઉપયોગ બંધ કરવો જોઈએ. એક રિપોર્ટ અનુસાર ગર્ભનિરોધકનો ઉપયોગ બંધ કરનારી 83 ટકા મહિલાઓએ 1 વર્ષની અંદર ગર્ભધારણ કરી લીધો હતો. જો તમે લાંબા સમય સુધી ગર્ભ નિરોધકનો ઉપયોગ કરો છો તો તમારે ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી શકે છે.

 

YC