જો તમને આ બીમારી હોય તો, ભૂલથી પણ ના કરો કાજુનું સેવન

આ લોકો માટે ઝેર સમાન છે કાજુ! જલ્દી વાંચી લેજો

સામાન્ય રીતે ડ્રાયફ્રુટ્સ અને ખાસ કરીને કાજુનો સ્વાદ બધા લોકોને પસંદ હોય છે. આ સાથે કાજુ સ્વાસ્થ્ય માટે સારા પણ માનવામાં આવે છે. પરંતુ તે પણ સીમિત માત્રામાં. જો કાજુનું વધારે સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાન પહોંચાડી શકે છે. એવામાં જો તમે કાજુ ખાવાના શોખીન છો તો તે તમારા સ્વાસ્થ્યને કેટલું નુકશાન પહોંચાડે છે તે જાણી લો.

ભારતમાં માથાના દુખાવાને તો સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ સમસ્યા બાદમાં માઇગ્રેન રૂપ લઇ લે છે. આ બીમારીથી ગ્રસ્ત લોકોમાં કાજુનુ સેવન ના કરવું જોઇએ. હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કાજુમાં ટાઇરામિન અને ફેનેથાઇલમાઇન હોય છે, જે માથાના દુખાવાની સમસ્યાને વધારી દે છે.

કાજુનું વધારે સેવન કરવાથી તમારા શરીરમાં દવાઓ બેઅસર થઇ જાય છે. 3થી 4 કાજુ 82.5mg મેગ્નેશિયમ હોય છે. કાજુથી મેગ્નેશિયમ ડાયાબિટીઝ, થાઇરોઇડ, મૂત્ર સંબંધી અને અર્થરાઇટિસની દવાઓ પર અસર કરે છે.

આજના જમાનામાં બધા ફિટ રહેવા માંગે છે. આ જ કારણ છે કે લોકો મોટી સંખ્યામાં યોગા, જિમ વગેરે કરવા લાગ્યા છે. આ ક્રમમાં જો તમે તમારું વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો ભૂલથી કાજુનું સેવન ના કરો. કારણ કે લગભગ 30 ગ્રામ કાજુમાં 16699 કેલેરી અને 13.1 ફેટ હોય છે.

જો કોઇ વ્યક્તિને ઉચ્ચ રક્તચાપની શિકાયત રહે છે તો તેને ભૂલીને પણ કાજુનું સેવન ના કરવું જોઇએ. કાજુમાં સોડિયમ મેળવવામાં આવે છે, જે બ્લડ પ્રેશરને વધારે છે.

 

Shah Jina