પાટણના સિદ્ધપુરમાં દારૂથી ખચોખચ ભરેલી કારને થયો અકસ્માત, પુરુષો અને યુવાનો સાથે મહિલાઓએ પણ દારૂની બોટલો લેવા ચલાવી લૂંટ, જુઓ વીડિયો

ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂની રેલમછેલ, સ્કોડા કારની ટક્કર બાદ સિદ્ધપુરના લોકોએ મચાવી ઉઘાડી લૂંટ, જુઓ વીડિયો

ગુજરાતમાં દારૂબંધી છે એ વાત તો બધા જ જાણે છે, પરંતુ છાસવારે ગુજરાતમાંથી દારૂ મળી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ પણ એવી જ એક ઘટના પાટણના સિદ્ધપુરમાંથી સામે આવી છે, જ્યાં દારૂ ભરેલી એક કારને અકસ્માત નડતા જ લોકોએ દારૂની ઉઘાડી લૂંટ ચલાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ અકસ્માત સિદ્ધપુરના પુનસણ પાસે સર્જાયો હતો, જેમાં સ્કોડા અને ઇકો કાર વચ્ચે ટક્કર થઇ હતી. જે સ્કોડા કારને અકસ્માતથયો હતો તેમાં મોટી માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો હતો. આ વાતની જાણ થતા જ લોકો દારૂ અને બિયર લેવા માટે રીતસરના પડાપડી કરવા લાગ્યા હતા.

પુરુષો અને યુવાનો સાથે દારૂ લૂંટવામાં મહિલાઓ પણ સામેલ થઇ ગઈ. જેના હાથ અને ખિસ્સામાં જેટલી બોટલ આવે એટલી દારૂ અને બિયરની બોટલો લઈને ચાલતા જોવા મળ્યા હતા. તો આ ઘટનાને જોઈને એમ લાગતું હતું કે દારૂ લૂંટવાની હરીફાઈ ચાલી રહી હોય. આ ઘટના ત્યાં ઉપસ્થિત કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ અક્સમાતમાં ઇકો કારમાં સવાર 3 લોકોને ઇજા પહોંચી હતી, તેમને સારવાર માટે 108 દ્વારા ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ પોલીસ પહોંચે એ પહેલા જ લોકો કારમાંથી દારૂની બોટલો લઈને ફરાર થઇ ગયા હતા. પોલીસને ફક્ત ખાલી કાર જ મળી આવી હતી.

Niraj Patel