અજબગજબ ધાર્મિક-દુનિયા

સૌથી ધનવાન મંદિરોમાં શામિલ છે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર, જ્યા કરોડો રૂપિયા અર્પણ કરવામાં આવે છે- જાણો બધી જ વિગતો

હાલના સમયમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ દુનિયામાં પણ આ તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન ગણેશજીને સમર્પિત સિદ્ધિવિનાયક મંદિર મુંબઈના સૌથી સમૃદ્ધ અને ભવ્ય મંદિરોમાંનું એક છે.

Image Source

સિદ્ધિવિનાયક ગણેશજીનું સૌથી લોકપ્રિય રૂપ છે. દરેક વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટક અહીં દર્શન માટે આવે છે. એવામાં આજે અમે તમને સિદ્ધિવિનાયક મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

મુંબઈના પ્રભાદેવી વિસ્તારના આ મંદિરનું નિર્માણ 19 નવેમ્બર 1801 માં થયું હતું. હાલમાં આ મંદીર 5 માળની ઇમારતમાં બનેલું છે. જ્યા પ્રવચન ગૃહથી લઈને ગણેશ સંગ્રહાલય, ગણેશ વિદ્યાપીઠના સિવાય બીજા માળ પર હોસ્પિટલની પણ સુવિધા છે જ્યા ફ્રી માં ઈલાજ કરવામાં આવે છે.

Image Source

ભવ્ય સિંહસાન પર સ્થાપિત અઢી ફૂટ ઊંચી અને બે ફૂટ પહોળી ગણેશજીની મૂર્તિના ચાર હાથોમાંથી એક હાથમાં કમળ, બીજા હાથમાં કુહાડી, ત્રીજા હાથમાં જપમાળા અને ચોથા હાથમાં લાડુ રહેલો છે.

Image Source

આ સિવાય ગણેશજીની એક બાજુએ સાપ લપેટાયેલો છે તેની બંન્ને બાજુએ રિદ્ધિ-સિદ્ધિની પ્રતિમા પણ છે. મંદિરની અંદર સોનાના વરખથી શણગારેલી છત છે. જણાવી દઈએ કે મંદિરની પ્રાચીન કથાના આધારે મંદિરને ‘સિદ્ધટેક’ના નામથી પણ ઓળખવામાં આવે છે.

Image Source

તમને એ જાણીને નવાઈ લાગશે કે અહીં રોજના લગભગ 25 હજારથી લઈને 2 લાખ સુધી રૂપિયા ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવે છે. અહીં ગણેશજીની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે જે લગભગ 200 વર્ષ જૂની છે. મંદિરનું વર્ષનું દાન 48 કરોડથી લઈને 125 કરોડ રૂપિયા સુધીનું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks