મનોરંજન

મોટો ધડાકો: એક્ટર સિદ્ધાર્થનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું સાચું કારણ શું હશે? જાણો વિગત

ટીવી ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા અને રિયાલિટી શો બિગબોસના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે ગઇકાલે નિધન થયું છે, આ વચ્ચે હવે સિદ્ધાર્થનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના ગઇકાલે અંતિમ સંસ્કાર પણ થઇ ચૂક્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં કાલે પરિવારના સભ્યો સહિત ટીવી સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા શહેનાઝ ગિલ પણ પહોંચી હતી. સિદ્ધાર્થ પંચતત્ત્વમાં વિલીન થઇ ચૂક્યા છે. સિદ્ધાર્થના અચાનક નિધનથી શહેનાઝ ગિલ ભાંગી પડી છે. તે ખૂબ જ તૂટી ગઇ છે.

સિદ્ધાર્થના નિધન બાદ શહેનાઝ ગિલની હાલત રડી રડી ખરાબ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, વર્ષ 2019માં શહેનાઝ અને સિદ્ધાર્થ પહેલીવાર મળ્યા હતા. શહેનાઝ ગઇકાલે શ્મશાન ઘાટ પહોંચી ત્યારે તેની હાલત ઘણી ખરાબ હતી. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે તે જયારે આવી ત્યારે તેનો ભાઇ શહબાઝ તેને સંભાળી રહ્યો હતો.

આ દરમિયાન શહેનાઝ ગાડીમાં રડતી જોવા મળી હતી. શ્મશાન ભૂમિ પહોંચી શહેનાઝ ગાડીથી ઉતરી સિદ્ધાર્થનું નામ લઇ લઇને રડી રહી હતી. અભિનેત્રીની જે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી  તે ખૂબ જ દર્દભરેલી હતી. સિદ્ધાર્થની અંતિમ વિદાયમાં નજર આવેલી શહેનાઝને જોઇ “શેરશાહ” ફિલ્મના છેલ્લા સીનની યાદ આવી ગઇ.

કૂપર હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઓશિવારા પોલિસ સ્ટેશનને રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 વાગ્યે કરવામાં આવશે. પોલિસને સિદ્ધાર્થનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. સિદ્ધાર્થ શુક્લાના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. થોડીવારમાં જ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલથી બહાર લાવવામાં આવશે.

કૂપર હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 10.30 વાગ્યાના અરસામાં સિદ્ધાર્થને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને ડોક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યુ હતુ. સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ લગભગ 3.30 વાગ્યે શરૂ થયુ હતુ અને જે 8.30 વાગ્યે ખત્મ થયુ હતુ, સિદ્ધાર્થના પોસ્ટમોર્ટમ રીપોર્ટ પર 5 ડોક્ટર્સની સાઇન છે. 3 ડોક્ટરોએ સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કર્યુ હતુ.

રીપોર્ટ પ્રમાણે સિદ્ધાર્થના શરીર પર ઇજાના કોઇ નિશાન નથી તેમજ ફોરેન્સિક રીપોર્ટ અને કેમિકલ એનાલિસિસ બાદ જ મુંબઇ પોલિસ કોઇ નિષ્કર્ષ પર પહોંચશે. વિસેરા સેમ્પલ કલીના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. આ રીપોર્ટ માટે લગભગ 20-25 દિવસ જેટલો સમય લાગશે. હવે વિસેરા રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ જાણવા મળશે.

જણાવી દઇએ કે, રીપોર્ટમાં સિદ્ધાર્થના મોતને લઇને કોઇ પણ આશંકા જાહેર કરવામાં આવી નથી. તેમની મોતનું કારણ હાર્ટ એટેક છે. ત્યાં પરિવારે પણ તેની મોતને લઇને કોઇ પણ રીતની આશંકા જતાવી નથી. તેમનું કહેવુ છે કે તેમને કોઇ પર શક નથી.

સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર ઓશીવારા સ્મશાનમાં કરવામાં આવશે. નિધનના એક દિવસ પહેલાં એટલે કે બુધવારની રાતે તેણે ડિનર કર્યું ન હતુ.. તેણે છાશ પીધી હતી અને ફ્રૂટ્સ ખાધા હતા. ત્યાર બાદ તેણે ટીવી અને મોબાઈલ ફોન પર શોઝ જોયા હતા.

સિદ્ધાર્થની પીએમ રિપોર્ટ આવ્યો છે. પણ આ મહત્વની વાત એ છે કે રિપોર્ટમાં તેનાં મોતનું કારણ ખબર નથી પડતી. હોસ્પિટલમાંથી મળેલી માહિતી અનુસાર, કેમિકલ એનાલિસ્ટિ પછી આ આ દિગ્ગજ એક્ટરનું મૃત્યુનું સાચું કારણ સામે આવી શકશે.કેમિકલ એનાલિસ્ટનો મતબલ છે કે, આ તપાસથી સ્પષ્ટ થશે કે,

સિદ્ધાર્થનાં શરીરમાં ઝૈર હતું કે નહીં. સાથે જ તેને કોઇ બીમારી તો નથી ને.. તમને જણાવી દઇએ કે, ગુરુવારે સિદ્ધાર્થ શુક્લાનાં ફેમિલી ડોક્ટરે સલાહ આપી કે મુંબઇની કૂપર હોસ્પિટલમાં તેને લઇ જવામાં આવે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થનાં શવનું પોસ્ટમોર્ટમ ગુરુવારે જ થયું હતું જેનો રિપોર્ટ આજે શુક્રવારે સવારે સામે આવ્યો છે.

બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, સિદ્ધાર્થ શુક્લા ટીવી સ્ટાર બન્યા પહેલા મોડલિંગની દુનિયામાં એક જાણિતુ નામ રહી ચૂક્યા છે. કેટલાક સમય પહેલા જ તે વેબ સીરીઝ “બ્રોકન બટ બ્યુટીફુલ”માં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થને રિયાલિટી કિંગ કહેવુ પણ ખોટુ નહિ હોય તે બિગબોસ 13 અને ખતરો કે ખિલાડીના પણ વિનર રહી ચૂક્યા છે.

શેરશાહની કહાનીને સિદ્ધાર્થ શુક્લાનુા જવાથી એક વસ્તુ જોડે છે અને તે છે અંતિમ વિદાય. હાલમાં જ ફિલ્મ શેરશાહ રીલિઝ થઇ હતી અને તેના અંતિમ સીનની ઘણી ચર્ચા થઇ હતી. જેમાં કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારમાં ડિંપલ ચીમાનો રોલ પ્લે કરી રહેલ કિયારા અડવાણી પહોંચી અને તે ઘણી જ રડે છે.

શુક્રવારે જયારે સિદ્ધાર્થની અંતિમ વિદાયમાં શહેનાઝને જોઇ તો આ જ સીન બધાને યાદ આવી ગયો. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ વચ્ચે કયો સંબંધ છે તે વિશે તો આજ સુધી કોઇ જાણતુ નથી. પરંતુ મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેમના વચ્ચે મિત્રતાથી વધારે કંઇ હતુ. શહેનાઝ સિદ્ધાર્થના નિધનથી તૂટી ગઇ છે. હંમેશા  હસતી જોવા મળતી શહેનાઝ ઘણી જ દુખી જોવા મળી હતી.

તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં પરિવારે એક પૂજા કરી હતી, જેમાં શહેનાઝ ગિલ બેઠી હતી અને તે સિદ્ધાર્થની બહેનની બાજુમાં હતી. અંતિમ સંસ્કારનો સમય નજીક આવ્યો ત્યારે શહેનાઝ બે વખત તો બેભાન થઇ ગઇ હતી અને તે ભાનમાં આવી ત્યારે ખૂબ જ રડતા રડતા સિદ્ધાર્થ સિદ્ધાર્થની બૂમો પાડી રહી હતી. સિદ્ધાર્થની માતાએ સિદ્ધાર્થને ધ્રુજતા હાથે અગ્નિદાન આપ્યો હતો અને તેમની આંખોના આંસુ તો થમી જ રહ્યા ન હતા.

શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ સાથે મીડિયાએ વાતચીત કરી હતી અને તે દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, તેમની દીકરીની હાલત રડી રડીને ખૂબ ખરાબ છે, તેણે કહ્યુ હતુ કે, પપ્પા, મારા ખોળામાં તેણે અંતિમ શ્વાસ લીધા, તો હવે હું કેવી રીતે જીવી શકીશ ? મારા ખોળામાં તે દુનિયા છોડીને ચાલ્યો ગયો.

સિદ્ધાર્થની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી હતી. આ દિવસોમાં તે તેમના કરિયરના પીક પર હતા.તેમણે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમને “બાલિકા વધુ”થી ઘર ઘરમાં ઓળખ મળી હતી અને તેઓ પ્રસિદ્ધ થઇ ગયા હતા. 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇમાં જન્મેલા સિદ્ધાર્થે પોતાના કરિયની શરૂઆત મોડલિંગથી કરી હતી. સિદ્ધાર્થ શુક્લાને ટીવી શો બાલિકા વધુથી પોપ્યુલારિટી મળી હતી. તે બાદ તેમણે કયારેય પાછળ વળીને જોયુ નથી. તે દિલ સે દિલ તક ધારાવાહિકમાં પણ જોવા મળ્યા હતા. બોલિવુડમાં તેમણે હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)