જાણિતા અભિનેતા અને બિગબોસ વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારના રોજ નિધન થઇ ગયુ છે. સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સાથે બોલિવુડ ગલિયારામાં પણ શોકની લહેર છે. સિદ્ધાર્થ અવાર નવાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે રૂબરૂ થતા રહેતા હતા. તેઓ અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે પણ જાણકારી આપતા હતા.
સિદ્ધાર્થ શુક્લાએ છેલ્લે 24 ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ કરી હતી. તેમણે તેમની એક તસવીર શેર કરી હતી અને ફ્રંટલાઇન વર્કર્સનો આભાર માન્યો હતો. જયારે ટ્વિટર પર અભિનેતાએ નિધનના ઠીક 2 દિવસ પહેલા એટલે કે 30 ઓગસ્ટના રોજ પોસ્ટ કરી હતી.
સિદ્ધાર્થની છેલ્લી પોસ્ટ હવે વાયરલ થઇ રહી છે. સિદ્ધાર્થે આ પોસ્ટ ધ હીરોઝ વી ઓ માટે પ્રમોશન માટે શેર કરી હતી. આ પોસ્ટમાં તે રિયલ લાઇફ હીરોને સલાામ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
આ ઉપરાંત ટ્વિટર પોસ્ટની વાત કરીએ તો, તેમણે નિધનના 2 દિવસ પહેલા પૈરાલિંપિકમાં ભારતને મળેલ ગોલ્ડ માટે ખુશી જતાવી હતી. એટલું જ નહિ સિદ્ધાર્થે ખેલાડી સુમિત અંતિલ અને અવાની લેખરાને શુભકામના આપતા લખ્યુ હતુ કે, ભારતીયો અમને બધી વખતે ગર્વ કરવાનો મોકો આપી રહ્યા છે.
Indians making us proud over and over again… a World Record in addition to the #Gold in #Paralympics … congratulations #SumitAntil and #AvaniLekhara
— Sidharth Shukla (@sidharth_shukla) August 30, 2021
બિગબોસ ઓટીટીમાં સિદ્ધાર્થ શુકલા તેમની મિત્ર શહેનાઝ ગિલ સાથે જોવાા મળ્યા હતા. સિદ્ધાર્થ તે સમયે એકદમ ઠીક હતી. તેમણે ઘરવાળા સાથે ટાસ્ક પણ રમ્યા. સિદ્ધાર્થ શહેનાઝ ગિલ સાથે ડાંસ રિયાલિટી શો ડાંસ દીવાનેમાં પણ જોવા મળ્યાા હતા. બંને શોમાં તેમની અને શહેનાઝની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.
મુંબઇની કપૂર હોસ્પિટલે સિદ્ધાર્થના નિધનની પુષ્ટિ કરી હતી. 40 વર્ષિય સિદ્ધાર્થની મોત હાર્ટ એટેકને કારણે થઇ છે. સિદ્ધાર્થની મોતની ખબર સામે આવતા જ પૂરી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તેમના ચાહકોને આ ખબરથી ઝાટકો લાગ્યો છે.
સિદ્ધાર્થ શુક્લાને ટીવી શો બાલિકા વધુથી પોપ્યુલારિટી મળી હતી. તે બાદ તેમણે કયારેય પાછળ વળીને જોયુ નથી. તે દિલ સે દિલ તક ધારાવાહિકમાં પણ જોવા મળ્યા હતા. બોલિવુડમાં તેમણે હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યા હતા. તેમણે સાવધાન ઇંડિયા અને ઇંડિયાઝ ગોટ ટેલેન્ટ શોને પણ હોસ્ટ કર્યો છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇના હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે મોડલિંગના દિવસોમાં જ તેમના પિતાને ગુમાવ્યા હતા.
સિદ્ધાર્થે વર્ષ 2004માં ટીવીથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં તે બાબુલ કા આંગન છૂટે ના નામથી ટીવી ધારાવાહિકથી ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તેમને ઓળખ બાલિકા વધુથી મળી હતી. તેમને આ શોથી ઘરે ઘરે ઓળખ મળી હતી.સિદ્ધાર્થ શુક્લાનો છેલ્લો ડાન્સ વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.