નોકરી છોડીને ઓર્ગેનિક ફાર્મિંગમાં અજમાવી કિસ્મત, વર્ષનું ટર્ન ઓવર 50 કરોડ રૂપિયા

સિદ્ધાર્થે ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડીને ભારતમાં શરૂ કર્યો ખેતીનો કારોબાર, હવે વર્ષનું 50 કરોડનું ટર્નઓવર

મહેનત અને ધૈર્ય દરેક વ્યક્તિને પોતાનું મુકામ હાંસિલ કરાવી શકે છે.પોતાના પર ભરોસો હોય તો સફળતા મળતા વાર નથી લાગતી. તમે પણ એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં વ્યક્તિએ લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું હોય અને સાથે જ તેમાં સફળતા પણ મેળવી હોય. એવી જ એક કહાની રાજસ્થાનના રહેનારા સિદ્ધાર્થ સંચેતીની છે.રાજસ્થાનના પાલી જિલ્લાના રહેનારા સિદ્ધાર્થે 10 વર્ષોમાં દેશભરમાં 40 હજાર જેટલા ખેડૂતને નેટવર્ક બનાવ્યું છે.ભારતની સાથે સાથે દુનિયાના 25 દેશોમાં આજે તેના ગ્રાહકો છે, જેનાથી તે 50 કરોડનો કારોબાર કરે છે.

35 વર્ષના સિદ્ધાર્થે પોતાનો શરૂઆતનો અભ્યાસ પાલી જિલ્લામાંથી કર્યો હતો. જેના પછી તે બેંગ્લોર ચાલ્યા ગયા હતા, જ્યાં તેણે કોમ્પ્યુટર એપ્લિકેશનના સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. જેના પછી તેણે એક વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું હતું. જેના પછી તે નોકરી છોડીને ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. વર્ષ 2009માં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ, તેને નોકરી માટેની ઓફર્સ પણ આવી, પણ ત્યાં મન ન લાગતા સિદ્ધાર્થ ભારત પરત આવી ગયા.

(પ્રતીકાત્મક તસવીર)

ભારત આવ્યા પછી તેણે નક્કી કર્યું કે તે નોકરી કરવાને બદલે પોતાનો જ વ્યવસાય શરૂ કરશે જેથી બીજા લોકોને પણ રોજગાર મળી શકે. ખુબ વિચાર કર્યા બાદ તેણે આખરે ઓર્ગેનિક ખેતી કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં સિદ્ધાર્થને ઓર્ગેનિક ફાર્મિંગ વિશે કોઈ ખાસ જાણકાર ન હતી, તેના પહેલા તેમને ક્યારેય પણ ખેતી કરી ન હતી. એવામાં તેણે ઇન્ટરનેટ દ્વારા ખુબ રિસર્ચ કરી અને એક્સપર્ટની મદદથી ખેતીની શરૂઆત કરી. જેના પછી સિદ્ધાર્થે એગ્રોનીક્સ ફૂડ નામની કંપની રજીસ્ટર કરાવી અને સ્થાનીય ખેડૂતો સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને 3 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

સિદ્ધાર્થનું કહેવું હતું કે પૈસાની બાબતે તેને તેના પરિવારના તરફથી પણ સપોર્ટ મળતો હતો, જો કે પૈસા ખુબ ઓછા મળતા હતા માટે તે ઓછા પૈસાની સાથે ધીમે ધીમે આગળ વધવા માંગતા હતા. તેમણે પોતાની જમીન ખરીદવાને બદલે ખેડૂતો સાથે હાથ મિલાવ્યો. અમુક ખેડૂતોનું પ્રશિક્ષિત કર્યું, સંસાધન ઉપલબ્ધ કરાવ્યા અને મસાલાની ખેતી શરૂ કરી. સિદ્ધાર્થે કહ્યું કે અમે પહેલા ખેડૂતોને ટ્રેનિંગ આપીએ છીએ, તેમને પ્રક્રિયા વિશે જણાવીએ છીએ. તેઓએ વાતાવરણ અને ક્ષેત્રના આધારે ખેતી માટેની સલાહ આપવામાં આવે છે. ખેડૂતો પોતાના જ જમીન પર વાવેતર કરે છે અને જયારે પાક પુરી રીતે પાકી જાય ત્યારે સિદ્ધાર્થ તેને ખરીદે છે અને તેને માર્કેટ કરતા વધારે પૈસા આપવામાં આવે છે.

(પ્રતીકાત્મક તસવીર)

સિદ્ધાર્થે કહ્યું કે શરૂઆત તેમણે લોકલ માર્કેટ દ્વારા કરી જેના પછી તેઓ અલગ અલગ શહેરોમાં જવા લાગ્યા અને વિદેશોમાં પણ જવા લાગ્યા અને તેઓને અમારી ઉત્પાદનના નમૂના દેખાડ્યા, અને તેઓને અમારું ઉત્પાદન ખુબ પસંદ આવ્યું. આવી રીતે ધીમે ધીમે અમારો ફાયદો વધતો ગયો.વર્તમાન સમયમાં સિદ્ધાર્થ ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે માર્કેટિંગ કરે છે. તે સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી પણ પોતાની ઉત્પાદક ગ્રાહકોને મોકલે છે.હાલમાં સિદ્ધાર્થની કંપની દાળ, તેલ, મસાલા, કાળા ચોખા, જડી-બુટ્ટીઓ, ઔષધિ વગેરે જેવી વસ્તુઓની આપૂર્તિ કરે છે, અને તેનું ટર્ન ઓવર 50 કરોડ રૂપિયા છે.

Krishna Patel