સુસાઇડ પહેલા તુનિષા શર્માએ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ના આ એક્ટરને કર્યો હતો વીડિયો કોલ- જાણો શું થઇ હતી વાત

મોતના એક દિવસ પહેલા તુનિષા શર્માએ આ વ્યક્તિને કર્યો હતો વીડિયો કોલ, અભિનેતાએ જણાવ્યુ શું થઇ હતી વાત

આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘ધૂમ 3’થી એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરનાર અભિનેતા સિદ્ધાર્થ નિગમે બાદમાં ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તેણે અલાદીન: નામ તો સુના હી હોગા, ચંદ્ર નંદિની અને ચક્રવર્તી અશોક સમ્રાટ જેવી અનેક ટીવી સીરિયલમાં કામ કર્યુ છે. ચક્રવર્તી અશોક સમ્રાટમાં સિદ્ધાર્થ નિગમ સાથે દિવંગત અભિનેત્રી તુનિષા શર્મા હતી અને આ દરમિયાન બંનેની સારી એવી મિત્રતા થઇ ગઇ હતી. સિદ્ધાર્થ નિગમને જ્યારે તુનિષાની અચાનક મોત વિશે સાંભળ્યુ તો તેના તો હોંશ જ ઉડી ગયા હતા.

તુનિશા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ ટીવી શો અલી બાબા: દાસ્તાન એ કાબુલના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. સિદ્ધાર્થ નિગમે જણાવ્યુ કે મોતના એક દિવસ પહેલા તુનિષાએ તેને અને પંજાબી સિંગર જસ્સી ગિલને વીડિયો કોલ કર્યો હતો. સિદ્ધાર્થ નિગમ જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’માં જોવા મળવાનો છે. આ ફિસ્મમાં જસ્સી ગિલ પણ છે. સિદ્ધાર્થ નિગમે ઇટાઇમ્સને જણાવ્યુ કે, જ્યારે તે આ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો ત્યારે તુનિષાનો વીડિયો કોલ આવ્યો હતો.

સિદ્ધાર્થે જણાવ્યુ કે આખરે તુનિષા સાથે છેલ્લે શું વાત થઇ હતી. સિદ્ધાર્થ જણાવ્યુ કે, આ મારા માટે ડિપ્રેશનવાળો પળ હતો. હું ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો ત્યારે તુનિષાએ જસ્સી પાજીને કોલ કર્યો. તે બંને સાથે એક મ્યુઝિક વીડિયો કરવાના બતા. મેં તુનિષા સાથે એકાદ વર્ષ બાદ વીડિયો કોલ પર વાત કરી, તે ઘણી એક્સાઇટેડ હતી અને અમને મળવાનો પ્લાન બનાવી રહી હતી. આગળના દિવસે જ્યારે હું વર્કઆઉટ માટે જઇ રહ્યો હતો ત્યારે મને ફોન આવ્યો કે તુનિષા હવે નથી રહી. પણ મને ફોન આવતા રહ્યા અને પછી ફાઇનલી મને ખબર પડી કે તુનિષા હવે નથી.

સિદ્ધાર્થે આગળ કહ્યુ કે, મારા પગ નીચેથી તો જમીન સરકી ગઇ. હું ઘણીવાર વિચારુ છું કે તેણે આવું કેમ કર્યુ ? ઘણા બધા લોકો તેને પ્રેમ કરતા હતા. પણ કહેવાય છે ને કે જીવનમાં ક્યારે શું થઇ જાય તે કંઇ ન કહી શકે. દર્દને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. જણાવી દઇએ કે, તુનિષાની મોત બાદ તેની માતાએ તેના કો-સ્ટાર શીઝાન ખાન પર આરોપ લગાવ્યો હતો અને તે બાદ તેને જેલમાં મોકલવામાં પણ આવ્યો હતો. જો કે, પરિવારે શીઝાન ખાનના જામીન માટે ઘણી કોશિશ કરી પણ આખરે લગભગ 69 દિવસ જેલમાં વિતાવ્યા બાદ તેને જામીન મળ્યા.

ઉલ્લેખનીય છે કે, શીઝાન ખાન અને તુનીશા શર્મા ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ શોમાં સાથે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન જ તુનીષાને શીજાન સાથે પ્રેમ થઈ ગયો પણ થોડા સમય બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જેને લઇને તે થોડી પરેશાન રહેવા લાગી હતી. સિદ્ધાર્થ વિશે વાત કરીએ તો, તે જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ ઉપરાંત શહનાઝ ગિલ અને પલક તિવારી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shah Jina