ઢોલીવુડ મનોરંજન

સુપરહિટ ફિલ્મ ચાલ જીવી લઈએ પછી હવે આવશે ગુજ્જુભાઈ-3, ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાએ શેર કરી ચાહકો સાથે ખુશી

હાલમાં જ સુપરહિટ ગુજરાતી ફિલ્મ આવ્યું ‘ચાલ જીવી લઈએ’, જેમાં ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાના અભિનયના ખૂબ જ વખાણ થયા છે, ત્યારે હવે ગુજ્જુભાઈએ એક બીજા ગુજરાતી ફિલ્મની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ રાંદેરિયા જે ગુજ્જુભાઈ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી ગુજરાતી ફિલ્મોમાં પોતાના દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. આ બંને ફિલ્મો સાથે દિગ્દર્શક ઈશાન રાંદેરિયાના ખાતામાં પણ બે સુપરહિટ ગુજરાતી ફિલ્મો જમા થઇ છે.ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ રજુ થયાને એક વર્ષ પૂરું થઇ ગયું છે ત્યારે ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમને પોતાની ફિલ્મ રિલીઝ થયાને એક વર્ષ પૂરું થવાની ખુશી ચાહકો સાથે શેર કરી હતી.આ વીડિયોમાં તેમને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ફિલ્મનો એક ડાયલોગ બોલીને દર્શકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું, “365 દિવસની જર્ની ઘણી મસ્તીથી ભરેલી હતી અને ટૂંક જ સમયમાં અમે તેની ડિજિટલ રીલીઝ પણ કરવાના છે. અમે જલ્દી જ ગુજ્જુભાઈ 3 પણ કરવાના છે.”ત્યારે હવે સિદ્ધાર્થ રાંદેરિયા અને જીમિત ત્રિવેદીની આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ ચુકી છે. જો કે ગુજ્જુભાઈ 3ની જાહેરાત કરતા જ હવે સિદ્ધાર્થ રાંદેરિયાના ચાહકો ગુજ્જુભાઈ સિરીઝની આવનારી ફિલ્મ જોઈને ખડખડાટ હસવાની રાહ જોઈ રહયા છે.

અહીં જુવો ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડનું ટ્રેઇલર:

જુવો ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ Amazon Prime પર.. કમેન્ટમાં જણાવજો કોણ કોણ આ ત્રીજા ભાગની રાહ જુવે છે ?