જીવનશૈલી

વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થના જીવનમાં કરીએ એક નજર, જુઓ 10 તસ્વીરોમાં આવી રીતે જીવે છે લક્ઝુરિયસ લાઈફ

ભારતની બેંકોના 9 હજાર કરોડની લોન લઈને વિદેશ ફરાર થઈ ગયેલ ઉદ્યોગપતિ વિજય માલ્યા આ દિવસોમાં લંડનમાં દેશનિકાલ જીવન જીવી રહ્યો છે. પણ તેનાથી વિપરીત, તેમનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા પોતાનું પહેલા જેવું જ વૈભવી જીવન જીવી રહ્યો છે અને ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પર પોતાના વૈભવી જીવનની ઝલક શેર કરતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

આ તસ્વીરો જોઈને સ્પષ્ટ થાય છે કે ભલે પિતાએ બેંકમાં ઘોટાળો કર્યો હોય અને તેમના પર કેસ ચાલી રહ્યો હોય પણ વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ ખૂબ જ એશ અને આરામનું જીવન જીવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થ અવારનવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે જેને કારણે તે ચર્ચાઓમાં પણ રહે છે. ઘણીવાર એવું પણ બને છે કે તેને પોસ્ટ કરેલી તસ્વીરો પર કૉમેન્ટ્સ કરીને લોકો તેને વિજય માલ્યા વિશે પણ પૂછે છે. સિદ્ધાર્થને તેમના મિત્રો સિડ કહીને બોલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થને પણ પોતાના પિતા વિજય માલ્યાની જેમ જ મોડલ્સની આસપાસ અને પેજ થ્રી પાર્ટીઓમાં જવું ખૂબ જ પસંદ આવે છે. તે પોતાની ફિટનેસ બાબતે પણ ખૂબ જ સજાગ રહે છે. તે પોતાના સ્વાસ્થ્ય માટે અને ફિટ બોડી માટે જીમમાં કલાકો વિતાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસ્વીરો જોઈને જાણવા મળે છે કે સિદ્ધાર્થને ડોગ્સનો ખૂબ જ શોખ છે. તે પોતાના સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ડોગ્સ સાથેની તસ્વીરો પણ શેર કરતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થ માલ્યા કોઈને કોઈ મોડેલ કે અભિનેત્રી સાથેના અફેરને લઈને ચર્ચાઓમાં જ રહેતો હોય છે. તે ઘણીવાર આઈપીએલમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

અત્યાર સુધીમાં સિદ્ધાર્થ માલ્યાનું નામ ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોડાયું છે. જેમાં દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, સોફી ચૌધરી, ફ્રીડા પિન્ટો સહિતની ઘણી મોડલ્સના નામ પણ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

આઇપીએલ દરમ્યાન દીપિકાને કિસ કરતો તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

જણાવી દઈએ કે વિજય માલ્યાના બે લગ્ન થઇ ચુક્યા છે, તેમની પહેલી પત્ની સમીર માલ્યા છે, જે વિજય માલ્યા સાથે લગ્ન પહેલા એર ઇન્ડિયાની એર હોસ્ટેસ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થ માલ્યા વિજય માલ્યા અને સમીર માલ્યાનો જ દીકરો છે. તેનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો. તેનો પ્રાથમિક ઉછેર ઈંગ્લેન્ડ અને દુબઈમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

તેને પોતાનો શાળાનો અભ્યાસ પેપલવિક સ્કૂલ, એસ્કોટથી પૂર્ણ કર્યો હતો અને એ પછી તે બરકશીરના વેલિંગટન કોલેજમાં ગયો હતો. તેને ક્વીન મેરી યુનિવર્સીટી ઓફ લંડનથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી લીધેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થ માલ્યાએ બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી લીધા બાદ ડ્રિન્ક કંપની જયંત ડિયાગોમાં બ્રાન્ડ મેનેજર તરીકે નોકરી કરી હતી. આ પછી તે ભારત આવી ગયો અને 2010માં તે આઈપીએલમાં ટિમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડિરેક્ટર બની ગયા હતા. આ પછી તે પોતાના પિતાનો બિઝનેસ સંભાળી રહયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

વર્ષ 2012માં સિદ્ધાર્થ માલ્યાએ પોતાનો ચેટ શો શરુ કર્યો હતો, જેનું નામ હતું નો બાઉન્ડરીઝ. આ શોના રાઇટર અને હોસ્ટ બંને તે પોતે જ હતો, જેમાં મોટાભાગે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સભ્યો જ જોવા મળતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

લેકમે ફેશન વીક 2012થી સિદ્ધાર્થે પોતાનું મોડેલિંગ ડેબ્યુ કર્યું હતું અને એ પછી તેને હન્ટ ફોર ધ કિંગફિશર કેલેન્ડર ગર્લ 2013 માટે પણ જજની ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

વર્ષ 2016માં સિદ્ધાર્થે યુનિવર્સીટી ઓફ લંડનની રોયલ સેન્ટ્રલ સ્કૂલ ઓફ સ્પીચ એન્ડ ડ્રામાથી અભિનયમાં માસ્ટર ડિગ્રી પૂરી કરી હતી. 2016માં સિદ્ધાર્થ માલ્યાએ કઐશિક મુખરજીની એડલ્ટ કોમેડી ‘બ્રાહ્મણ નમન’ થી સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થ માલ્યા ફિટનેસ ફ્રીક છે અને તેને દોડવું પસંદ છે. તે ભારતમાં અને વિદેશોમાં ઘણી મેરેથોનમાં ભાગ લઇ ચુક્યો છે. પહેલા સિદ્ધાર્થ માલ્યાનું નામ બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે જોડાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

વાત કરીએ વિજય માલ્યાની બીજી પત્ની વિશે તો તેનું નામ રેખા છે, જે તેમની પાડોશી હતી. વિજય માલ્યાએ પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ પોતાની પાડોશી રેખા સાથે લગ્ન કરી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

રેખાના પણ આ બીજા લગ્ન હતા અને તેને પોતાના પહેલા લગ્નથી એક દીકરી હતી લૈલા. જેને પછીથી વિજય માલ્યાએ દત્તક લઇ લીધી હતી. બીજા લગ્ન બાદ રેખાએ વિજય માલ્યાની બીજી દીકરીઓને જન્મ આપ્યો – લીના માલ્યા અને તાન્યા માલ્યા. જાણકારી અનુસાર, રેખા, મોટેભાગે પોતાની બંને દીકરીઓ લીના અને તાન્યા સાથે પોતાના કેલિફોર્નિયાવાળા ઘરે જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

હવે વિજય માલ્યા ત્રીજા લગ્ન કરવાની તૈયારીમાં છે. તે ત્રીજા લગ્ન પિન્ક લાલવાણી સાથે કરવાની તૈયારીમાં છે અને તેમના દીકરા સિદ્ધાર્થને પણ તેમના સંબંધથી કોઈ જ વાંધો નથી એવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થ માલ્યા ઘણીવાર પિંકી લાલવાની સાથે કોઈ ઇવેન્ટમાં દેખાઈ જાય છે અને તેઓ એન્જોય કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થ ઘણીવાર પોતાના માતા અને પિતા સાથે તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sid (@sidmallya) on

સિદ્ધાર્થનું અંગત જીવન ખૂબ જ સારી રીતે પસાર થઇ રહ્યું છે, તેને પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.