ભારતની બેંકોને કરોડોનો ચૂનો લગાવનાર વિજય માલ્યાના દીકરાએ કરી સગાઇ, હેલોવીન પાર્ટીમાં GFને પહેરાવી રિંગ

વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થે કરી સગાઇ, હેલોવીન પાર્ટીમાં GFને આવી રીતે કર્યુ પ્રપોઝ, તસવીરો વાયરલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ભાગેડુ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યાએ હેલોવીન 2023 પર અનોખા અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડ જેસ્મીન સાથે સગાઇ કરી છે. સિદ્ધાર્થ માલ્યાએ 1 નવેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર આ દરમિયાનની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

ભાગેડુ વિજય માલ્યાના દીકરાએ કરી સગાઇ

એક તસવીરમાં તે ઘૂંટણ પર બેસી જેસ્મીનને પ્રપોઝ કરતો જોવા મળે છે, જ્યારે બીજી એક તસવીરમાં જેસ્મીન રિંગ ફ્લોન્ટ કરી રહી છે. તસવીરોમાં કપલ હેલોવીન-થીમ આધારિત ડ્રેસ પહેરેલા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, સિદ્ધાર્થ માલ્યા એક્ટર અને મોડલ છે.

હેલોવીન પાર્ટીમાં GFને કર્યુ પ્રપોઝ

તેના પિતા વિજય માલ્યા, UB ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન છે, જે મુખ્યત્વે આલ્કોહોલિક પીણાંના વ્યવસાયમાં એક ભારતીય સમૂહ છે. સિદ્ધાર્થનો જન્મ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં થયો હતો અને તેનો ઉછેર લંડન અને સંયુક્ત આરબ અમીરાતમાં થયો હતો.

સિદ્ધાર્થ છે એક્ટર અને મોડલ

તેણે લંડનની વેલિંગ્ટન કોલેજ અને ક્વીન મેરી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી રોયલ સેન્ટ્રલ સ્કૂલ ઓફ સ્પીચ એન્ડ ડ્રામામાં અભ્યાસ કર્યો. ડ્રામા સ્કૂલમાંથી સ્નાતક થયા પછી, સિદ્ધાર્થે મોડલ અને અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

કરી છે અનેક ફિલ્મો અને ટેલિવિઝન શો 

તે સેક્સ કોમેડી ફિલ્મ બ્રાહ્મણ નમન સહિત અનેક ફિલ્મો અને ટેલિવિઝન શોમાં દેખાયો છે. તેણે ઓનલાઈન વિડીયો શો હોસ્ટ કર્યો છે અને ગીનીસ માટે માર્કેટીંગ મેનેજર તરીકે પણ કામ કર્યું છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina