પાઈપલાઈનમાંથી માનવ અંગોના ટુકડાની મેટરમાં સૌથી મોટો ડરામણો ખુલાસો થયો, હિમ્મત હોય તો જ વાંચજો

લવિના લગ્નના પ્રિવેડિંગ પછી ગાયબ થઇ, પાટણમાં પાઈપલાઈનમાંથી માનવ અવશેષો કોના મળ્યા? સૌથી ભયાનક ખુલાસો થયો

Body parts found in water pipe : ગુજરાતમાંથી ઘણીવાર હત્યા, આત્મહત્યા અને અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર મામલા એવા ચોંકાવનારા હોય છે કે આપણા રૂંવાડા ઊભા થઇ જાય છે. ત્યારે હાલમાં જ કેટલાક દિવસ પહેલા સિદ્ધપુરમાં આવેલ ઉપલી શેરીની પાણીની પાઈપલાઈનમાંથી માનવ દેહના અવશેષો મળી આવ્યા હતા અને તે બાદ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

16 તારીખના રોજ સિદ્ધપુરના અનેક વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનમાંથી માનવ દેહના અંગો નીકળ્યા હતા.આ ઘટના બાદ તો તંત્ર દોડતુ થઇ ગયુ હતુ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. 16 તારીખે ઉપલી શેરી વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું અને આ સમયે ઉપલી શેરી વિસ્તારની પાઈપલાઈનમાંથી વધુ શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા.

માનવ અંગો મળી આવતા તંત્ર દ્વારા પાંચ પાંચ લાખ લીટરની પાણીની ટાંકીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ અને જ્યારે ટાંકીમાં વધુ પાણી છોડવામાં આવ્યુ ત્યારે લાલ દોશીની શેરીની પાઈપલાઈનમાંથી વધુ એક પગ અને બાકીના અવશેષો મળી આવ્યા.જો કે, પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ તે એક ગુમ થયેલી લવિના નામની યુવતીના જ હોવાનું સ્પષ્ટ થયું છે.

જે અવશેષો મળી આવ્યા તે અને ગુમ થયેલી યુવતિના માતા-પિતાના DNA ટેસ્ટ કરાતા રીપોર્ટમાં માનવ અંગો જેના છે તે યુવતિ લવિના જ હોવાનું સ્પષ્ટ થયુ. ત્યારે માનવ અંગો લવિનાના હોવાનું સ્પષ્ટ થયા પછી તેના પરિવારજનો દ્વારા મૃતદેહના અવશેષોનો સ્વીકાર કરીને સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પહેલા લવિનાની ઓળખ તેના દુપટ્ટા દ્વારા તેના પરિવારજનોએ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મામલે પોલિસનું કહેવુ છે કે આ સુસાઈડનો મામલો છે. ટૂંક સમયમાં જ સુસાઈડના કારણોની પણ ખબર પડી જશે. જણાવી દઇએ કે, 10 થી 15 મે દરમિયાન સિદ્ધપુરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં પાણી ન આવતું હોવાની ફરિયાદો ઉઠતા 16 તારીખે ઉપલી શેરી વિસ્તારમાં પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું અને આ સમયે ઉપલી શેરી વિસ્તારમાંથી પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા.

જે બાદ વધુ અવશેષો મળવાની આશંકાના પગલે પાલિકા દ્વારા લાલ દોશીની શેરીમાં પણ ખોદકામ કરવામાં આવ્યું અને પછી આ આખો મામલો સામે આવ્યો. અવશેષો કોહવાઈ ગયા હોવાના કારણે ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા અને પછી કાર્યવાહી શરૂ કરાઇ હતી.

મૃતક યુવતિની વાત કરીએ તો, સિદ્ધપુરમાં રહેતી લવિનાના 12 મેના રોજ લગ્ન હતા અને લગ્ન પહેલાં તેણે પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જો કે, લગ્નના પાંચ દિવસ પહેલા 7 મેના રોજ તે ગુરુદ્વારા જવાનું કહી ઘરેથી નીકળી ગઇ હતી અને પછી ગુમ થઈ હતી. લવિનાના ગુમ થયા બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

Shah Jina