ખબર મનોરંજન

BIG NEWS : બોલિવુડની સૌથી ફેમસ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈને પોલીસે ઝડપી પડ્યો, કારણ છે ચોંકાવનારું

બોલિવુડ પર ફરી એકવાર ડ્રગ્સ કેસને લઇને શિકંજો કસવાનું શરૂ થઇ ગયુ છે. ઘણા સેલેબ્સના અત્યાર સુધી ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા છે. ઘણા સેલેબ્સની તો પૂછપરછ પણ કરવામાં આવી છે અને તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ બોલિવુડના કિંગખાન કહેવાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેને ઘણા દિવસો પછી જામીન મળ્યા હતા અને હવે તેને આ કેસમાંથી ક્લિનચીટ પણ મળી ગઇ છે. ત્યારે હવે બોલિવુડના ગલિયારામાંથી એક મોટી ખબર સામે આવી છે.

અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઇ સિદ્ધાંત કપૂરને ડ્રગ મામલે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મીડિયા રીપાર્ટ્સ અનુસાર, મેડિકલ તપાસમાં ડ્રગ લેવાની પુષ્ટિ પણ થઇ છે અને આ મામલે તેને બેંગલુરુના ઉલસુરુ પોલિસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. પોલીસની રેડ બાદ સિદ્ધાંતને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ડ્રગ્સ ટેસ્ટમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો પોઝિટિવ આવ્યા છે. આ લોકો બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો.

તમને જણાવી દઈએ કે સિદ્ધાંત કપૂર સ્ટાર કિડ છે. તે શક્તિ કપૂરનો પુત્ર અને શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંતે ફિલ્મી દુનિયામાં પણ હાથ અજમાવ્યો હતો પરંતુ તે તેના પિતા અને બહેનની જેમ સફળ થયો ન હતો. સિદ્ધાંતે ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ ભજવી છે. સ્ટાર-કિડ હોવા છતાં સિદ્ધાંત કપૂરે ડિસ્ક જોકી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને પછીથી હિન્દી સિનેમામાં સહાયક દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશકો સાથે કામ કર્યું. સહાયક દિગ્દર્શક તરીકે, સિદ્ધાંતે ‘ભૂલ ભુલૈયા’, ‘ભાગ-ભાગ’, ‘ચુપ ચૂપ કે’, ‘ઢોલ’ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

સિદ્ધાંતે ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’થી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મમાં અનિલ કપૂર, કંગના રનૌત અને જોન લીડ રોલમાં હતા. આ પછી સિદ્ધાંત અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘અગ્લી’માં જોવા મળ્યો હતો. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે પણ સ્ક્રીન શેર કરી છે, ફિલ્મ ‘હસીના પાર્કર’માં બંને ભાઈ-બહેન એકસાથે જોવા મળ્યા હતા જેમાં શ્રદ્ધાએ દાઉદની બહેનનો રોલ કર્યો હતો, જ્યારે સિદ્ધાંતે ફિલ્મમાં દાઉદનો રોલ કર્યો હતો.