ગજબ: ફક્ત બે-મહિનામાં ₹ 40 લાખનો બિઝનેસ કર્યો આ કપલે, જાણો પૈસા કમાવાની ટિપ્સ

તમારે લાખો કમાવા છે? તો આ વાંચી લો

આજે મોટાભાગના લોકો મીડિયાનો વપરાશ કરતા જોવા મળે છે. વળી કોરોના કાળની અંદર શિક્ષણ પણ ઓનલાઇન જ થવા લાગ્યું ત્યારે આ કોરોનાના કપરા સમયની અંદર ઘણા લોકો નોકરી વિહોણા પણ બની ગયા, તો ઘણા લોકોએ કંઈક અનોખો આઈડિયા વાપરી અને એવું સ્ટાર્ટઅપ કર્યું જેના કારણે તે નોકરી કરતા પણ વધારે કમાણી કરતા જોવા મળ્યા.

આવું જ કંઈક બન્યું છે ઉત્તર પ્રદેશના લખનઉમાં રહેવા વાળા 28 વર્ષીય સિદ્ધાંત અગ્નિહોત્રી સાથે. જેમને બે મહિના પહેલા યુટ્યુબ અને ઓનલાઇન એપ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. માત્ર બે મહિનાની અંદર જ તેમને 40 લાખનો બિઝનેસ કર્યો અને આ સાથે 35 લોકોને રોજગારી પણ પુરી પાડી.

સામાન્ય પરિવારમાંથી આવનારા સિદ્ધાંતનો અભ્યાસ પણ લખનઉમાં જ થયો. સિદ્ધાંતે માસ્ટર્સનો અભ્યાસ કર્યા બાદ NET-JRFમાં સફળતા મેળવી. કારણ કે સિદ્ધાંતનું બાળપણથી જ લક્ષ ભણવા અને ભણાવવામાં રહ્યું હતું. આ સાથે જ તેને ઓનલાઇન કોચિંગ સંસ્થાનો સાથે જોડાઈને ભણાવવાનું પણ શરૂ કર્યું. 4 વર્ષ સુધી આ રીતે જ સિદ્ધાંત આ કામ કરતો રહ્યો. આ કામથી સિદ્ધાંતને ભણાવવાના અનુભવની સાથે કમાણી પણ થતી રહી.

સિદ્ધાંતે આ દરમિયાન એક યુટ્યુબ ચેનલ અને ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવાનું વિચાર્યુ, જેના કારણે ઓછા પૈસાની અંદર પણ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી શકાય. સિદ્ધાંત આ વિશે જણાવે છે કે તેને બે વર્ષ પહેલા એક યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી હતી. પરંતુ તેને યોગ્ય સમય ના મળવાના કારણે તે ધ્યાન આપી શક્યો નહોતો.

પરંતુ કોરોનાની બીજી લહેરમાં તેને નક્કી કર્યું કે તે પોતાના પ્લેટફોર્મ ઉપર જ બાળકોને ભણાવશે અને તેને નોકરી છોડી દીધી. સિદ્ધાંતે બે મહિના પહેલા જ એટલે કે એપ્રિલ મહિનામાં જ પોતાની ચેનલને નવી રીતે ડિઝાઇન કરી અને પોતાનું બધું જ ધ્યાન તેના ઉપર લગાવી દીધું.  જેના ઉપર તેને ખુબ જ સારો રિસ્પોન્સ પણ મળવા લાગ્યો. એક જ મહિનાની આસપાસ તેની ચેનલ ઉપર 4 લાખથી પણ વધારે સબ્સસ્ક્રાઇબર્સ જોડાઈ ગયા.

સિદ્ધાંતની ચેનલ ઉપર હાલમાં 6 લાખથી પણ વધારે સબ્સ્ક્રાઇબર્સ છે. તેના વીડિયોના વ્યૂઝ પણ 50 લાખથી વધારે છે. આ સાથે જ સિદ્ધાંતે યુટ્યુબ ઉપરાંત એક ઓનલાઇન એપ દ્વારા પણ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આ વર્ષે મે મહિનામાં જ તેને STUDY GLOWSનામની એપ પણ લોન્ચ કરી. જેના દ્વારા તે UPSC, PCS, BANK,IITની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે.

માત્ર એક મહિના કરતા પણ ઓછા સમયની અંદર આ એપને પણ એક લાખ કરતા પણ વધારે લોકોએ ડાઉનલોડ કરી લીધી છે. આ ઉપરાંત 11 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ તેમનું સબ્સ્ક્રિપશન પણ લઇ લીધું છે. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ મફત શિક્ષણનો પણ લાભ લઇ રહ્યા છે.

Niraj Patel